ડીઝલ વાહનો પર ટેક્સ વધારવાનો પ્રસ્તાવ કરશે નીતિન ગડકરી

0
164
ડીઝલ વાહનો પર ટેક્સ વધારવાનો પ્રસ્તાવ કરશે નીતિન ગડકરી
ડીઝલ વાહનો પર ટેક્સ વધારવાનો પ્રસ્તાવ કરશે નીતિન ગડકરી

ડીઝલથી ચાલતા વાહનોની કિંમતમાં થઈ શકે છે વધારો

ડીઝલ વાહનો પર ટેક્સ વધારવાનો પ્રસ્તાવ કરશે નીતિન ગડકરી

વધારાનો 10 ટકા GST લાદવાની માંગ

ડીઝલ એન્જિનના વાહનો ખરીદવાનું ટૂંક સમયમાં મોંઘુ થઈ શકે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દ્વારા આ અંગે  નિવેદનો આપવામાં આવ્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી મંગળવારે દિલ્હીમાં SIAM દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી દ્વારા માહિતી આપવામાં આવી હતી કે પ્રદુષણ એક ગંભીર સમસ્યા છે. જેના કારણે આપણા સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે મેં છેલ્લા આઠ-10 દિવસથી એક પત્ર તૈયાર કર્યો છે, જેમાં હું નાણામંત્રી નિર્મલા સિતારામણને વિનંતી કરવા જઈ રહ્યો છું. જેમાં મે રજૂઆત કરી છે કે  નાણામંત્રી દ્વારા  ભવિષ્યમાં, ડીઝલ પર ચાલતા તમામ વાહનો પર વધારાનો 10 ટકા GST લાદવામાં આવે.  લોકો જલદી આ અંગે  સાંભળવાના મૂડમાં નથી.કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી શું કહ્યું?

વાહન ઉત્પાદકોને વિનંતી કરવામાં આવી છે

કેન્દ્રીય મંત્રીએ વાહન ઉત્પાદકોને પેટ્રોલ અને ડીઝલને બદલે વૈકલ્પિક ઇંધણ સાથે દેશમાં વધુને વધુ ઇલેક્ટ્રિક અને અન્ય ટેક્નોલોજી વાહનો લાવવા અનુરોધ કર્યો હતો. જેથી પ્રદુષણ ઘટાડી શકાય.

કાર્યક્રમ બાદ મીડિયાને શું કહ્યું?

ડીઝલ એન્જિન પર વધારાના 10 ટકા GST લાદવા અંગેના તેમના અગાઉના નિવેદન બાદ કેન્દ્રીય મંત્રીએ કાર્યક્રમમાં ફરીથી નિવેદન આપ્યું હતું. બીજી વખત તેમણે કહ્યું કે 2014 પછી 22% ડીઝલ વાહનો ઘટીને 18% થઈ ગયા છે. હવે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી વધી રહી હોવાથી વાહનોની સંખ્યા વધવી જોઈએ નહીં. તમે પણ તમારા સ્તરે નિર્ણયો લો, જેથી ડીઝલ વાહનો ઓછા થાય. જો આમ નહીં થાય તો હું નાણામંત્રીને ભલામણ કરીશ કે ડીઝલ વધુ પ્રદૂષણ ફેલાવે છે. તેના પર વધારાનો 10 ટકા ટેક્સ લાદવો જોઈએ.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ