Nita Ambani Makeup Artist : શું તમે જાણો છો કે ઘણી અભિનેત્રીઓ અને નીતા અંબાણીનો મેકઅપ કોણ કરે છે? આ મોટી હસ્તીઓનો મેકઓવર કરનારા આર્ટીસ્ટની ફી કેટલી છે? આજે અમને જણાવશું કે નીતા અંબાણીના પર્સનલ મેકઅપ મેન એક દિવસમાં કેટલો પગાર લે છે.
Nita Ambani Makeup Artist બોલિવૂડમાં ઘણા એવા મેકઅપ આર્ટિસ્ટ છે જેનું પોતાનું નામ અને ઓળખ છે. સિનેમાની દુનિયા જેટલી મોટી છે એટલી જ આ કલાકારોની દુનિયા પણ છે જે અભિનેતાઓથી લઈને અભિનેત્રીઓ સુધી દરેક માટે મેકઓવર કરે છે. મેકઅપની દુનિયામાં આવી જ એક જાણીતી હસ્તી છે મિકી કોન્ટ્રાક્ટર, જેનો વર્ષોનો અનુભવ અને એટલી સારી કુશળતા છે કે નીતા અંબાણીએ તેમને પોતાના પર્સનલ મેકઅપ આર્ટિસ્ટ તરીકે નિયુક્ત કર્યા છે. તમે જોયું જ હશે કે નીતા અંબાણી દરેક કાર્યક્રમમાં ખૂબ જ સુંદર અને ગ્લેમરસ દેખાય છે. આ જાદુ ફક્ત બોલિવૂડના આ પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટનો છે.
Nita Ambani Makeup Artist : સૌથી ધનિક પરિવારના આર્ટિસ્ટનો પગાર ઓછો કેમ હોય શકે?
તાજેતરમાં તેણે અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં નીતાનો મેકઅપ કર્યો હતો. જેમાં બધાએ તેના લુકના વખાણ કર્યા હતા. આટલા મહાન મેકઅપ મેન અને તે પણ સૌથી ધનિક પરિવાર નીતા અંબાણીના મેક-અપ આર્ટિસ્ટ, તો તેમનો પગાર ઓછો કેવી રીતે હોઈ શકે? તમે તેમના પગારનો અંદાજ પણ લગાવી શકતા નથી. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે મિકી કોન્ટ્રાક્ટર કેટલો પગાર લે છે.
Nita Ambani Makeup Artist : આ મિકી કોન્ટ્રાક્ટરનો પગાર છે
મિકી મેકઅપની દુનિયામાં એક મોટું નામ છે, જે શ્રેષ્ઠ મેકઅપ કલાકારોમાંથી એક છે. પ્રખ્યાત હસ્તીઓ માટે મેકઅપ કરનારા કોન્ટ્રાક્ટર પાસે ગ્રાહકોની લાંબી યાદી છે. આમાં ઘણી અભિનેત્રીઓ પણ સામેલ છે. પોતાના ઉત્તમ કામ માટે જાણીતા મિકીની ફી પણ જબરદસ્ત છે. તમે સાંભળીને ચોંકી જશો કે મિકી પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ લગભગ 7.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે. સૌથી વધુ ફી લેનારા મેકઅપ આર્ટિસ્ટ્સમાં તેમનું નામ સામેલ છે.
Nita Ambani Makeup Artist : શા માટે નીતા અંબાણી પહેલી પસંદ છે?
તમે અવાર-નવાર જોયું હશે કે કોઈ પણ કાર્ય હોય નીતા તેમજ અંબાણી પરિવારની પુત્રી ઈશા અને પુત્રવધૂ શ્લોકાનો મેક-અપ એકદમ ફ્લોલેસ હોય છે. તેનો મેક-અપ મિકી સિવાય અન્ય કોઈએ કર્યો નથી, તે નીતાનો અંગત મેક-અપ આર્ટિસ્ટ પણ છે. ઉનાળો હોય કે શિયાળો દરેક ઋતુમાં નીતા અંબાણીના ચહેરા પર ચમક આવી જાય છે જાણે કે તે તેમની કુદરતી ત્વચા હોય. એટલા માટે અંબાણી પરિવારની મહિલાઓની પહેલી પસંદ મિકી આર્ટીસ્ટ છે.
Nita Ambani Makeup Artist : બોલિવૂડની આ અભિનેત્રીઓનો કરે છે મેકઅપ
મિકી કોન્ટ્રાક્ટર એક જાણીતું નામ છે. તેમજ દરેક તેના કામના વખાણ કરે છે. દીપિકા પાદુકોણ હોય કે આલિયા ભટ્ટ, કરીના કપૂર હોય કે માધુરી દીક્ષિત, તેણે દરેક દિગ્ગજ અભિનેત્રી સાથે કામ કર્યું છે. નીતા અંબાણીના અંગત મેકઅપ આર્ટિસ્ટ હોવા છતાં, તે નક્કી કરે છે કે તેનો મેકઅપ દરેક વખતે અલગ હોય.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો