NIMAS: ચીને ફરી એકવાર અરુણાચલ પ્રદેશ પર નિયંત્રણ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે ભારતીય પર્વતારોહકોએ અરુણાચલ પ્રદેશમાં એક પર્વતનું નામ છઠ્ઠા દલાઈ લામાના નામ પર રાખ્યું ત્યારે ચીન ગુસ્સે થઈ ગયું. ચીને આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે.
NIMAS એ 21 હજાર ફીટ પર્વત શિખર સર કર્યું
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ એન્ડ એડવેન્ચર સ્પોર્ટ્સ (NIMAS) ની એક ટીમે અરુણાચલ પ્રદેશમાં એક અનામી 20,942 ફૂટ ઊંચા શિખર સર કર્યું હતું અને તેનું નામ છઠ્ઠા દલાઈ લામા, ત્સાંગ્યાંગ ગ્યાત્સોના નામ પર રાખવાનો નિર્ણય કર્યો હતો. NIMAS સંરક્ષણ મંત્રાલય હેઠળ કામ કરે છે.
સંરક્ષણ મંત્રાલયે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, “છઠ્ઠા દલાઈ લામાના નામ પર ટેકરીનું નામકરણ તેમના બુદ્ધિમત્તા અને મોનપા સમુદાય (Monpa community)માં તેમના ગહન યોગદાનનું સન્માન કરવા માટે છે.”
ત્સાંગ ગ્યાત્સો કોણ હતા?
તમને જણાવી દઈએ કે ત્સાંગ ગ્યાત્સોનો જન્મ 1682માં મોન તવાંગ વિસ્તારમાં થયો હતો. દલાઈ લામા રિટજેન ત્સાંગ્યાંગ ગ્યાત્સોએ અરુણાચલ પ્રદેશના મોનપા સમુદાયમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે, જે ઉત્તરપૂર્વ ભારતમાં એકમાત્ર વિચરતી જાતિ છે.
ચીનની અવળચંડાઈ
જ્યારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાનને આ મામલે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, મને ખબર નથી કે તમે શું વાત કરી રહ્યા છો.
તેમણે કહ્યું, “મારે કહેવું જોઈએ કે જંગનાન (ભારતનો અરુણાચલ પ્રદેશ) ચીનનો વિસ્તાર છે અને ભારત માટે ચીનના ક્ષેત્રમાં ‘અરુણાચલ પ્રદેશ’ સ્થાપિત કરવું ગેરકાયદેસર છે.
જો કે ભારતે સતત ચીનના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે. ભારતે અનેક વખત ચીનના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે. સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે અરુણાચલ પ્રદેશ દેશનો અભિન્ન અંગ છે. આ પહેલા ચીને પીએમ મોદીની અરુણાચલ પ્રદેશની મુલાકાત સામે વાંધો વ્યક્ત કર્યો હતો. ચીને અરુણાચલ પ્રદેશના ઘણા વિસ્તારોના નામ પણ બદલી નાખ્યા છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો