Vadodara Rain: ઘરની બહાર જતા પહેલા સાવધાન, વડોદરામાં પૂરની સ્થિતિ, વિશ્વામિત્રી નદીનું સંકટ યથાવત

0
187
Vadodara Rain: ઘરની બહાર જતા પહેલા સાવધાન, વડોદરામાં પૂરની સ્થિતિ, વિશ્વામિત્રી નદીનું સંકટ યથાવત
Vadodara Rain: ઘરની બહાર જતા પહેલા સાવધાન, વડોદરામાં પૂરની સ્થિતિ, વિશ્વામિત્રી નદીનું સંકટ યથાવત

Vadodara Rain: હવામાન વિભાગે બુધવારે અને ગુરુવારે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુરુવાર સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે વડોદરામાં પણ મુશળધાર વરસાદના પગલે લોકોને હાલાકીનો સામનો કરી રહ્યાં છે. વડોદરામાં આજે પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર મેઘો વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે આજવા સરોવરમાંથી ગઈકાલે પાણી છોડવામાં આવ્યુ હતું. આજે આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરાયું છે.

Vadodara Rain: ઘરની બહાર જતા પહેલા સાવધાન, વડોદરામાં પૂરની સ્થિતિ, વિશ્વામિત્રી નદીનું સંકટ યથાવત
Vadodara Rain: ઘરની બહાર જતા પહેલા સાવધાન, વડોદરામાં પૂરની સ્થિતિ, વિશ્વામિત્રી નદીનું સંકટ યથાવત

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ લીધે મોટાભાગના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વડોદરા (Vadodara Rain)માં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં શહેર જળમગ્ન બન્યું છે. વડોદરામાં પૂરની સ્થિતિ વધારેને વધારે ગંભીર બની રહી છે. જેના કારણે રાજ્ય સરકારે પોતાના બે મંત્રીઓનો તાત્કાલિક વડોદરા દોડાવ્યા છે.

વડોદરાને બચાવવા પાણી છોડવાનું બંધ 

આજવા ડેમના દરવાજા ખોલાતા વડોદરા શહેર જળમગ્ન બની ગયું છે. જો કે આજવાના દરવાજા બંધ થયા બાદ પણ શહેરમાં પાણી ન ઓસરતા જનજીવન પ્રભાવિત થયું છે.  વિશ્વામિત્રીના પૂરમાં તારાજ થઈ રહેલા વડોદરા શહેર (Vadodara Rain) ને બચાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને મંગળવારે રાત્રે 11 વાગ્યાથી આજવામાં પાણી છોડવાનું બંધ કરવાનો નિર્ણય લીધો.

તેનું કારણ એ છે કે, આજવાનું પાણી વિશ્વામિત્રીમાં આવતું બંધ થાય અને શહેરમાં વિશ્વામિત્રીના પાણીની સપાટી ઘટી જાય તો લોકોને કંઈક અંશે રાહત મળે. જો કે કેલક્યુલેટેડ રિસ્ક તરીકે ગણાવાયેલા આ નિર્ણયની અસર પણ જોવા મળી નથી. 12 કલાક પછી પણ વિશ્વામિત્રીનું પાણી શહેરના જળમગ્ન વિસ્તારોમાંથી ઓસરી રહ્યું નથી. ઉલટાનું હવે વિશ્વામિત્રીના પાણી નવા વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે.

Vadodara Rain: મોટનાથ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી  

ત્રણ દિવસથી ધડબડાટી બોલાવી રહેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રસ્તાઓ પણ પાણીમાં ડૂબી ગયા છે. જેના કારણે નોકરી અને ધંધાદારીઓને પહોંચવું પણ મુશ્કેલ થઈ ગયું છે. છેલ્લા 24 કલાકમાં સતત વરસાદને પગલે ઠેર ઠેર કેડ સમા પાણી ભરાઈ ગયા છે.

વડોદરાના વડસર, કલાલી, મુજ મહુડા, સયાજીગંજમાં પાણી ભરાયેલા છે. વેમાલી, હરણીમાં પણ પાણીનો ભરાવો થયો છે. NDRF, SDRFની વધુ ટીમોની જરૂરિયાત ઉભી થઈ હોવા તેવી સ્થિતિ સર્જાઈ છે. પાણી ઓસરતા હજૂ પણ સમય લાગે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હરણી મોટનાથ વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા (Vadodara Rain) છે.

સતત વરસાદના કારણે અનેક શોપિંગ સેંટર, દુકાન અને સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઇ છે. અનેક ઠેકાણે હજુ પણ કેડથી ગળાડૂબ પાણી હોવાથી શહેરીજનો હાલાકી ભોગવી રહ્યાં છે. શહેરમાં બે દિવસથી લાઇટ પણ ન હોવાથી લોકોની મુશ્ક્લી વધી છે, હજારોની સંખ્યામાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલર પાણીમાં ગરકાવ થઇ ગયા છે, શહેરનો 50 ટકાથી વધુ વિસ્તાર હજુ પણ પાણીમાં ડૂબેલો છે.

સ્થિતિ વધુ ગંભીર બનતા બે મંત્રીઓ શહેરની મુલાકાતે

વડોદરામાં પૂરની સ્થિતિ વધારેને વધારે વિકટ બની રહી છે. જેના કારણે રાજ્ય સરકારે બે મંત્રીઓનો તાત્કાલિક વડોદરાની મુલાકાતે મોક્યા છે. મંત્રીઓ વડોદરામાં ભારે વરસાદના પગલે થયેલા નુકસાન અને રાહત કામગીરીની માહિતી પ્રાપ્ત કરશે.

ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વાકર્મા વડોદરાના કેટલાક પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી, તેમજ કલેકટર, મ્યુનિસિપલ કમિશનર અને વડોદરા શહેરના ધારાસભ્યો સાથે બેઠક પણ યોજશે.

અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો

ભારે વરસાદના પગલે વડોદરાના અનેક વિસ્તારોમાં બે દિવસથી વિજપુરવઠો ખોરવાયો છે. પીવાના પાણી વિના અનેક વિસ્તારોમાં લોકો ટળવળતા જોવા મળ્યા છે. જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખૂટી રહી હોવાથી લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. સલામત વિસ્તારોમાં રહેતા સાગા સંબંધીઓ પહોંચી રહ્યા છે. પરંતુ પાણી ભરાયેલા હોવાના કારણે મદદ માટે જઈ શકતા નથી. તંત્ર મદદે આવી તેવી લોકો પુકાર કરી રહ્યાં છે. (Vadodara Rain)

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો