New Virus : મળી આવ્યા એવા 33 વાયરસ જેનો વૈજ્ઞાનિકો પાસે નથી કોઈ તોડ, ભારત માટે મોટો ખતરો  

0
173
New Virus
New Virus

New Virus : વિજ્ઞાનીઓને તિબેટના ગ્લેશિયર્સમાંથી લેવામાં આવેલા બે બરફના નમૂનાઓમાં 15,000 વર્ષ જૂના 33 વાયરસ મળ્યા છે. જેમાંથી જેમાંથી 28 આપણા માટે સંપૂર્ણપણે નવા છે. એટલે કે આ વિષે આપણી પાસે કોઈ જ માહિતી નથી. આમાંના મોટા ભાગના વાયરસ બચી શકે છે કારણ કે તે બરફમાં થીજી ગયા હતા. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ શોધ વાયરસના અભ્યાસમાં ઘણી ઉપયોગી સાબિત થઈ શકે છે. 

New Virus  : ચીનના તિબેટીયન પ્લેટમાં જોવા મળ્યા નવા વાયરસ

New Virus

પ્રતીકાત્મક તસ્વીર

જે બરફમાં આ વાયરસ જોવા મળ્યો હતો તે વેસ્ટ કુનલુન શાનની ગુલિયા આઇસ કેપમાંથી લેવામાં આવ્યો હતો, જે ચીનના તિબેટીયન પ્લેટમાં છે. આઈપીસીસી અનુસાર, આ ઉચ્ચપ્રદેશે 1970 થી આબોહવા સંકટને કારણે લગભગ ચોથા ભાગનો બરફ ગુમાવ્યો છે.

New Virus  : વિજ્ઞાનીઓએ વિકસાવી નવી અલ્ટ્રા ક્લીન પદ્ધતિ

New Virus

પ્રતીકાત્મક તસ્વીર

આ પ્રાચીન વાઈરસની શોધ વિજ્ઞાનીઓને એ સમજવામાં મદદ કરી શકે છે કે બદલાતી પર્યાવરણીય પરિસ્થિતિઓમાં આ વાયરસ ઘણી સદીઓથી કેવી રીતે વિકસિત થયા છે. એટલું જ નહીં, આ સંશોધનમાં વિજ્ઞાનીઓએ બરફમાં રહેલા સુક્ષ્મજીવો, વાયરસ અને બેક્ટેરિયાને દૂષિત કર્યા વિના અભ્યાસ કરવાની એક નવી અલ્ટ્રા ક્લીન પદ્ધતિ પણ વિકસાવી છે.

New Virus : આ બેક્ટેરિયાથી ભારતમાં નવા રોગના સંક્રમણની સંભાવનાઓ

New Virus

પ્રતીકાત્મક તસ્વીર

ગ્લેશિયર્સ અને બરફની ચાદર પૃથ્વીની સપાટીના 10 ટકા ભાગને આવરી લે છે. તેમજ તે પૃથ્વી પર પાણીનો સૌથી સ્વચ્છ સ્ત્રોત છે. તિબેટને ‘વોટર ટાવર ઓફ એશિયા’ પણ કહેવામાં આવે છે. એશિયાની કેટલીક સૌથી મોટી અને સૌથી શક્તિશાળી નદીઓ અહીંથી નીકળે છે. પરંતુ ક્લાઈમેટ ચેન્જના કારણે આ ગ્લેશિયર્સ ઝડપથી પીગળી રહ્યા છે. યાંગ્ત્ઝી નદી, પીળી નદી, ગંગા અને બ્રહ્મપુત્રા નદી આ ગ્લેશિયર્સની આસપાસ આવેલી છે. જો આ ગ્લેશિયર્સ ઓગળી જશે તો તેનું પાણી બેક્ટેરિયા સાથે ચીન અને ભારતની યાંગ્ત્ઝી નદી, પીળી નદી, ગંગા અને બ્રહ્મપુત્રા જેવી નદીઓમાં જોવા મળશે. જેને પીવાથી લોકો નવા રોગોથી સંક્રમિત થઈ શકે છે.

New Virus : સંશોધકોના મતે હિમનદીઓનો સારી રીતે અભ્યાસ કરાયો નથી 

New Virus

પ્રતીકાત્મક તસ્વીર

આ અભ્યાસના મુખ્ય સંશોધક અને ઓહિયો સ્ટેટ યુનિવર્સિટી સાથે સંકળાયેલા ઝી-પિંગ ઝોંગે જણાવ્યું કે આ ગ્લેશિયર્સ ધીમે-ધીમે રચાયા હતા, જેના કારણે ધૂળ અને વાયુઓની સાથે-સાથે ઘણા પ્રકારના વાયરસ પણ તે બરફમાં દર વર્ષે એકઠા થયા હતા. તેમના મતે, પશ્ચિમ ચીનમાં હિમનદીઓનો સારી રીતે અભ્યાસ કરવામાં આવ્યો નથી. તેમનો ઉદ્દેશ્ય પ્રાચીન સમયમાં અસ્તિત્વમાં રહેલા પર્યાવરણ અને આબોહવાને દરેકની સમક્ષ લાવવાનો છે. આ સૂક્ષ્મ જીવો અને વાયરસ પણ એક જ પર્યાવરણનો ભાગ છે.

New Virus : દરેક વાતાવરણમાં હવે આ વાયરસ વિકસી શકે છે 

New Virus

પ્રતીકાત્મક તસ્વીર

વૈજ્ઞાનિકોએ એ પણ શોધી કાઢ્યું છે કે આમાંથી અડધા જેટલા વાયરસ બરફની હાજરીને કારણે બચી ગયા છે. આ અભ્યાસ સાથે સંકળાયેલા અન્ય સંશોધકો અને ઓહાયો સ્ટેટ સેન્ટર ઓફ માઇક્રોબાયોમ સાયન્સના ડાયરેક્ટર માઈક્રોબાયોલોજિસ્ટ મેથ્યુ સુલિવાને માહિતી આપી છે કે આ એવા વાઈરસ છે જે કઠોર અને ખરાબ વાતાવરણમાં પણ વિકાસ કરી શકે છે.

New Virus  : 82 ટકા બેક્ટેરિયાથી વિજ્ઞાનીઓ અજાણ 

New Virus

પ્રતીકાત્મક તસ્વીર

વર્ષ 2016 થી 2020 સુધી યુનિવર્સીટી ઓફ ચાઇનીઝ એકેડમી ઓફ સાયન્સના વિજ્ઞાનીઓએ તિબેટના ગ્લેશિયર્સના 21 ગ્લેશિયરના સેમ્પલ જમા કર્યા હતા. જેમાંથી 968 પ્રજાતિના બેક્ટેરિયા મળ્યા છે. જેમાંથી 82 ટકા બેક્ટેરિયા એકદમ નવા છે. જેના વિષે કોઈ વિજ્ઞાનીને જાણકારી નથી. 

New Virus  : 28 વાયરસ આપણા માટે એકદમ નવા 

New Virus

પ્રતીકાત્મક તસ્વીર

જ્યારે વિજ્ઞાનીઓએ 22 હજાર ફૂટની ઉંચાઈ પર હાજર બરફના સેમ્પલનો અભ્યાસ કર્યો ત્યારે તેમને 33 વાયરસ મળ્યા, જેમાંથી 4 વિશેની માહિતી પહેલેથી જ ઉપલબ્ધ છે જ્યારે 28 એવા છે જે આપણા માટે તદ્દન નવા છે. કોઈ માહિતી નથી એટલે એવું પણ કહી શકાય કે તેના સંક્રમણનો કોઈ ઈલાજ નથી.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने