New Guwahati Airport Terminal :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આસામના ગુવાહાટીમાં આવેલ લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નવા ટર્મિનલનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. અંદાજે ૪,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલો આ ટર્મિનલ દેશનો પ્રથમ ‘નેચર થીમ’ આધારિત એરપોર્ટ ટર્મિનલ માનવામાં આવે છે. આ એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઉદ્ઘાટન પ્રસંગે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

New Guwahati Airport Terminal :આસામની સંસ્કૃતિ અને કુદરતનું પ્રતિબિંબ
નવા ટર્મિનલની ડિઝાઇનમાં આસામની સંસ્કૃતિ, પરંપરા અને કુદરતી વારસાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. સમગ્ર ટર્મિનલ કુદરત (Nature)ની થીમ પર તૈયાર કરાયો છે, જે મુસાફરોને આસામની અનોખી ઓળખનો અનુભવ કરાવે છે. આ પ્રકારની થીમ પર તૈયાર થનારું આ દેશનું પ્રથમ એરપોર્ટ ટર્મિનલ છે.
New Guwahati Airport Terminal :૫,૦૦૦ કરોડનો પ્રોજેક્ટ, ૧૩૦ લાખ મુસાફરોની ક્ષમતા
આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ કુલ ૫,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાંથી ૧,૦૦૦ કરોડ રૂપિયા દેખરેખ, મેન્ટેનન્સ અને રિપેરિંગ માટે ફાળવવામાં આવ્યા છે. નવું ટર્મિનલ વર્ષમાં આશરે ૧૩૦ લાખ મુસાફરોને સંભાળવાની ક્ષમતા ધરાવે છે, જેના કારણે ઉત્તરપૂર્વ ભારત માટે એર કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.

New Guwahati Airport Terminal :ઉત્તરપૂર્વના વિકાસમાં નવી ગતિ મળશે
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે,
“નવું ટર્મિનલ ઉત્તરપૂર્વ ભારતની કનેક્ટિવિટી વધારશે અને તેના કારણે પર્યટન તેમજ ઔદ્યોગિક વિકાસને મોટો વેગ મળશે. ગુવાહાટી હવે માત્ર પર્યટન નહીં, પરંતુ આર્થિક અને ઔદ્યોગિક વિકાસના કેન્દ્ર તરીકે પણ ઊભરી આવશે.”
મોદીએ ટર્મિનલની મુલાકાત લીધી, વર્કર્સ સાથે વાતચીત
ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા ટર્મિનલની સંપૂર્ણ મુલાકાત લીધી હતી અને એરપોર્ટના મોડેલનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમણે આ પ્રોજેક્ટના બાંધકામ સાથે જોડાયેલા વર્કર્સ સાથે વાતચીત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

આસામના પ્રથમ મુખ્યમંત્રીના નામે એરપોર્ટ
ઉલ્લેખનીય છે કે આ એરપોર્ટને આસામના પ્રથમ મુખ્યમંત્રી ગોપીનાથ બોરદોલોઇના નામ પરથી નામ આપવામાં આવ્યું છે. નવા ટર્મિનલ સાથે ગુવાહાટી એરપોર્ટ હવે ઉત્તરપૂર્વ ભારતના સૌથી આધુનિક અને મહત્વપૂર્ણ એરપોર્ટ તરીકે ઓળખાશે.
આ પણ વાંચો :Agniveers:BSF ભરતી નિયમોમાં મોટો ફેરફાર, પૂર્વ અગ્નિવીરો માટે 50% રિઝર્વેશન




