New Aadhaar Rule:આધાર કાર્ડ માટે નવી નીતિ: હોટલ, ઇવેન્ટ અને રિટેલમાં ફિઝિકલ ફોટોકૉપી લેવાની પરમિશન બંધ

0
105
New Aadhaar Rule
New Aadhaar Rule

New Aadhaar Rule:નવી દિલ્હી કેન્દ્ર સરકાર આધાર કાર્ડના ઉપયોગ અને સુરક્ષા માટે નવો નિયમ લાવવાનો છે, જે ટૂંક સમયમાં અમલમાં આવશે. નવી વ્યવસ્થા અનુસાર હોટલ, ઇવેન્ટ અને રિટેલ આઉટલેટ્સમાં ગ્રાહકના આધાર કાર્ડની ફિઝિકલ કૉપી લેવા અને તેને સંગ્રહિત કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે.

New Aadhaar Rule

New Aadhaar Rule: ડિજિટલ વેરિફિકેશન જ ફરજિયાત

UIDAIના સીઈઓ ભૂવનેશ કુમારે જણાવ્યું કે, હવે જે સંસ્થાઓ ઓફલાઇન આધાર વેરિફિકેશન કરવું ઈચ્છે છે, તેમને UIDAIમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ગ્રાહકનું વેરિફિકેશન ફક્ત ડિજિટલ માધ્યમ દ્વારા જ કરવું પડશે. હોટલ, રિટેલ સ્ટોર્સ અને ઇવેન્ટ સ્થળોએ હવે સુરક્ષિત API, QR કોડ સ્કેનિંગ અથવા એપ આધારિત વેરિફિકેશન ફરજિયાત થશે.

New Aadhaar Rule: UIDAIની નવી એપ્લિકેશન

New Aadhaar Rule

UIDAI હાલમાં નવી એપ્લિકેશનનું બીટા-ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ એપ ‘એપ-ટુ-એપ’ વેરિફિકેશન સુવિધા આપે છે, જેની મદદથી સેન્ટ્રલ સર્વર સાથે લાઇવ કનેક્શનની જરૂર નહીં પડે. આથી, એરપોર્ટ, રિટેલ આઉટલેટ્સ અને નેટવર્કની સમસ્યાવાળા વિસ્તારોમાં પણ આધાર ચેકિંગ સરળ બનશે.

યૂઝર્સની પ્રાઇવસી વધુ મજબૂત

New Aadhaar Rule

નવી સિસ્ટમ દ્વારા QR અને એપ આધારિત ઓફલાઇન વેરિફિકેશનથી પેપર કૉપી લીક થવાના જોખમો પૂર્ણરૂપે દૂર થશે. UIDAIએ જણાવ્યું કે આ મોડેલ યૂઝર્સની પ્રાઈવસી મજબૂત બનાવશે અને ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ સાથે પણ સુસંગત રહેશે.

આ પગલાંથી, આધાર કાર્ડના વપરાશમાં સુરક્ષા, પ્રાઈવસી અને ડિજિટલ વેરિફિકેશનને પ્રાથમિકતા મળશે, જ્યારે ફિઝિકલ દસ્તાવેજોના જોખમને ટાળો જશે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Mega Demolition at Kandla Port:250 કરોડની જમીન ખુલ્લી, કંડલા પોર્ટ વિસ્તારની સુરક્ષા માટે તંત્રની કડક કાર્યવાહી