NEET : સુપ્રીમ કોર્ટે મંગળવારે NEET પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અંગે દાખલ અરજી પર સુનાવણી હાથ ધરી હતી, આ દરમિયાન કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને ઘણા તીક્ષ્ણ પ્રશ્નો પૂછ્યા હતા . કોર્ટે કહ્યું કે જો NEET પરીક્ષામાં 0.001 ટકા પણ બેદરકારી હોય તો તેની સામે કાર્યવાહી થવી જોઈએ.

NEET-UG 2024ની પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, કોર્ટે કહ્યું કે જો કોઈની તરફથી 0.001 ટકા બેદરકારી છે, તો તેના પર સંપૂર્ણ રીતે કાર્યવાહી થવી જોઈએ. કોર્ટે વિદ્યાર્થીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટમાં આ મામલે આગામી સુનાવણી હવે 8 જુલાઈએ થશે.
NEET : કોર્ટે NTA વિદ્યાર્થીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી

સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે બાળકોની મહેનતને ભૂલી શકાય નહીં. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે NTAને મૌખિક રીતે કહ્યું, “કલ્પના કરો કે જે વ્યક્તિ સિસ્ટમને છેતરે છે તે ડૉક્ટર બને છે, તે સમાજ માટે વધુ નુકસાનકારક હશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલે આગામી સુનાવણી હવે તે 8મી જુલાઈએ થશે.

આ બાદ કોર્ટે બંને અરજીઓને અગાઉની અરજીઓ સાથે જોડી દીધી હતી. NEET પરીક્ષા રદ કરવાની માગણી કરનાર અરજદાર નીતિન વિજયે તેમની અરજીમાં જણાવ્યું હતું કે પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ચલાવવામાં આવી રહેલા ડિજિટલ સત્યાગ્રહ હેઠળ 20 હજાર વિદ્યાર્થીઓએ તેમની ફરિયાદ આપી છે. પેપર લીક અને ગેરરીતિઓને ટાંકીને અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, સમગ્ર પરીક્ષા રદ કરવામાં આવે અને નવેસરથી પરીક્ષા લેવામાં આવે, જણાવી દઈએ કે, હવે આ કેસની સુનાવણી 8મી જુલાઈએ થશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો