વિપક્ષી દળો ના  સ્પેશલ 26 સામે એનડીએના 38- જાણો કિસમે કિતના હૈ દમ !

0
192
વિપક્ષી દળો
વિપક્ષી દળો

વિપક્ષી દળો ના 26 પક્ષો સામે હવે એનડીએના 38 દળો બાથ ભીડવા તૈયાર છે, એક તરફ વિપક્ષી દળો બેંગલુરુમાં બેઠકો કરીને પીએમ મોદીને હરાવવા માટે રણનીતિ બનાવી રહ્યા છે, તો બીજી તરફ ઓમ પ્રકાશ રાજભર અને ચિરાગ પાસવાન જેવા નેતાઓને પણ જોડીને ભાજપ એનડીએને મજબુત બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પણ નિષ્ણાંતોનો દાવો છે કે એનડીએમાં ભલે 38 પક્ષો હોય, પણ તે વિપક્ષી દળોના 26 પક્ષો કરતા કમજોર દેખાય છે એનડીએમાં માત્ર ભાજપને બાદ કરીએ તો ગણ્યા ગાંઠ્યા મોટા પ્લેયરો છે, જ્યારે વિપક્ષી દળો પાસે કોંગ્રેસ સહિત અનેક મોટા પ્લેયરો છે,

vipasi

લોકસભા ચૂંટણી પહેલા ભાજપ વિરુદ્ધ એકજૂથ વિપક્ષની દિશામાં જૂનમાં પટણામાં પહેલી બેઠક યોજાઈ હતી. બિહારના સીએમ નીતિશકુમાર દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં લગભગ 18 પક્ષ સામેલ થયા હતા. ત્યારબાદ 17-18 જુલાઈના રોજ બીજા રાઉન્ડની બેઠક રાખવામાં આવી છે. આ બેઠકમાં સામેલ થવા માટે 26 પક્ષોના નેતાઓએ બેઠકમાં પહોચ્યા છે, . બીજી બાજુ એકજૂથ થતા વિપક્ષના તોડ માટે ભાજપે પણ નાના પક્ષોને સાથે લાવવા માટે સંપર્ક શરૂ કરી દીધો છે. રાજભરનું એનડીએમાં જોડાવવું એ વાતનો સંકેત છે કે ભાજપ પોતાના જૂના સહયોગીઓને 2024 લોકસભા ચૂંટણી પહેલા સાથે લાવવામાં લાગી ગયો છે. 

ભાજપે પણ બોલાવી બેઠક
વિપક્ષી દળોની બેઠકોના જવાબમાં ભાજપે પણ 18 જુલાઈના રોજ એનડીએના સહયોગીઓની એક બેઠક બોલાવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ભાજપે પોતાના તમામ જૂના પક્ષોને બેઠકમાં સામેલ થવા માટે બોલાવ્યા છે. ભાજપના આમંત્રણ પર 38 પક્ષો બેઠકમાં સામેલ થવાની પુષ્ટિ કરી ચૂક્યા છે. ભાજપે બોલાવેલી આ બેઠકમાં ચિરાગ પાસવાન (લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), ઉપેન્દ્ર કુશવાહા (લોકસમતા પાર્ટી), જીતનરામ માંઝી (હિન્દુસ્તાન અવામ મોરચા), સંજય નિષાદ (નિષાદ પાર્ટી), અનુપ્રિયા પટેલ (અપના દલ), પવન કલ્યાણ (જનસેના), ના સામેલ થવાની ચર્ચા છે. એટલું જ નહીં ચિરાગના કાકા પશુપતિનાથ પારસ જૂથને પણ એનડીએની બેઠકમાં સામેલ થવા માટે બોલાવવામાં આવ્યા છે. 

vipasi1

આ ઉપરાંત હરિયાણામાં ભાજપની સહયોગી જનનાયક જનતા પાર્ટી, તમિલનાડુની એઆઈએમડીએમકે, તમિલ મનીલા કોંગ્રેસ, ઈન્ડિયા મકક્લ કલવી મુનેત્ર કડગમના નેતા આ બેઠકમાં સામેલ થશે. એટલું જ નહીં ઝારખંડના આજસૂ, મેઘાલયની એનપીપી, નાગાલેન્ડની એનડીપીપી, મિઝો નેશનલ ફ્રન્ટ, અસમ ગણ પરિષદ, સિક્કિમમાં ભાજપની સહયોગી એસકેએમએ પણ બેઠકમાં સામેલ થવાની હા પાડી દીધી છે. 

બીજી બાજુ મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે (શિવસેના) અને એનસીપીના અજિત પવાર જૂથને પણ બેઠક માટે આમંત્રણ અપાયું છે. આ ઉપરાંત ભાજપ એનડીએમાં પોતાના જૂના સહયોગી શિરોમણી અકાલી દળ અને ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીને પણ પોતાની સાથે લાવવાની કોશિશમાં લાગી છે. જો કે વાતચીત હજુ સુધી આ પાર્ટીઓ સાથે બનતી જોવા મળી રહી નથી. 

નાની પાર્ટીઓ પર ભાજપની નજર
ભાજપે જ્યાં યુપીમાં રાજભરને એનડીએમાં સામેલ કરાવ્યાં ત્યાં બિહારમાં ચિરાગ પાસવાન જૂથને પણ બેઠક માટે આમંત્રણ અપાયું છે. આ ઉપરાંત ઉપેન્દ્ર કુશવાહા, જીતનરામ માંઝી, ઝારખંડની આજસૂ ઉપર પણ સરકારની નજર છે. હકીકતમાં ભાજપનું એવું માનવું છે કે જો રાજ્યોમાં પ્રાદેશિક પક્ષ એકજૂથ થઈને ચૂંટણી લડે તો આ નાની પાર્ટીઓના 5-6 ટકા મત તેમના માટે ખુબ મદદગાર સાબિત થઈ શકે છે. 

2014માં બિહારમાં ભાજપ આ  રણનીતિમાં સફળ થઈ હતી. ત્યારે તેણે નાના પક્ષોના સહારે રાજ્યમા મોટી લીડ મેળવી હતી. 2014 લોકસભા ચૂંટણીમાં એનડીએને બિહારમાં 31, જ્યારે યુપીએને 7 બેઠકો મળી હતી. આવામાં યુપી-બિહાર, ઝારખંડ, હરિયાણા જેવા રાજ્યો જ્યાં અનેક પ્રાદેશિક પક્ષો છે ત્યાં ભાજપ માટે નાના નાના પક્ષો મહત્વના સાબિત થઈ શકે છે. આ ઉપરાંત તમિલનાડુ, પંજાબ અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં જો AIADMK, શિરોમણી અકાલી દળ અને તેલુગુ દેશમ પાર્ટી જેવી પાર્ટીઓ ભાજપ સાથે આવે તો તેમનું પ્રદર્શન પણ ભાજપ માટે મહત્વનું સાબિત થશે. 

વિપક્ષની 26 વિરુદ્ધ NDA ની 38…કોણ શક્તિશાળી?
વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં 24 પક્ષો જોડાવવા જઈ રહ્યા છે. જેમાં કોંગ્રેસ, ટીએમસી, જેડીયુ, આરજેડી, આમ આદમી પાર્ટી, જેવા મોટા પક્ષો પણ સામેલ છે. જો કે આ બેઠકમાં મહારાષ્ટ્રમાંથી સામેલ થનારી શિવસેના અને એનસીપીમાં હવે બે ફાડિયા થઈ ગયા છે. એક જૂથ એનડીએમાં અધિકૃત રીતે સામેલ થઈ ચૂક્યું છે. 

આ 26 પક્ષો ઉપરાંત વિપક્ષી દળની બેઠકમાં ઉદ્ધવ જૂથની શિવસેના અને શરદ પવારની એનસીપી પણ સામેલ થશે જો કે બંને પાર્ટીઓ બે જૂથમાં વહેંચાઈ ગઈ છે અને બંને પક્ષોનું બીજુ જૂથ એનડીએની બેઠકમાં સામેલ થશે. 2019માં શિવસેનાએ 18 બેઠક જીતી હતી અને તેના મોટાભાગના સાંસદો  હાલ એકનાથ શિંદે જૂથમાં છે. જ્યારે એનસીપીએ 2019માં 5 સીટ જીતી હતી જો કે કેટલાક સાંસદ હજુ કયા જૂથમાં છે તે નક્કી થયું નથી. 

આ ઉપરાંત ભાજપ તરપથી એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. 

આ પક્ષો કોઈની સાથે નહીં!
ઓડિશાની બીજેડી, આંધ્ર પ્રદેશની વાયએસઆર કોંગ્રેસ સહિત અનેક એવા પક્ષો છે જેમણે પોતાના પત્તા ખોલ્યા નથી. આ પક્ષો ન તો ભાજપ સાથે કે ન તો કોંગ્રેસના નેતૃત્વવાળા વિપક્ષી ગઠબંધનમાં સામેલ છે.  બીજેડી, વાયએસઆર અને કોંગ્રેસ સહિત આ પક્ષોમાં જેડી(એસ), બસપા, અકાલી દળ, તેલુગુ દેશમ પાર્ટી, બીઆરએસ જેવા મોટા નામ પણ સામેલ છે. આ પાર્ટીઓ હજુ કોઈ સાઈડ ગઈ નથી. બીઆરએસને બાદ કરીએ તો બાકીના 6 પક્ષો (બીજેડી, વાયએસઆર, જેડીએસ, અકાલી દળ, ટીડીપી, બસપા) નવા સંસદના ઉદ્ધાટન પ્રસંગે ભાજપને સંમર્થન આપી ચૂક્યા છે. આ પક્ષો પાસે લોકસભામાં લગભગ 50થી વધુ સાંસદ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ પાર્ટીઓ ચૂંટણીના પરિણામ બાદ પોતાના પત્તા ખોલી શકે છે