દેશમાં પીએમની ડિગ્રી સિવાય મોંઘવારી, બેરોજગારીના મુદ્દા છે : પવાર
મોદી ૯ વર્ષથી વડાપ્રધાન છે, તેમની ડિગ્રી અંગે પૂછવું અયોગ્ય : પવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઇ હાલમાં રાજકારણ ગરમાયું છે. તે વચ્ચે NCP નેતા અજીત પવારે પણ કહ્યું છે કે, “હાલમાં દેશમાં બેરોજગારી, મોંઘવારી, કાયદો-વ્યવસ્થા જેવા પ્રશ્નો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી કરતા વધુ મહત્વ ધરાવે છે. નરેન્દ્ર મોદી ૯ વર્ષની ભારતના વડાપ્રધાન છે. તેમની ડિગ્રી પર આંગળી ચીંધવી યોગ્ય નથી. આપને જણાવી દઈએ કે, પીએમ મોદીની ડિગ્રીને લઈને તાજેતરમાં જ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રૂપિયા ૨૫ હજારનો દંડ ફટકાર્યો હતો.