Navsari Valsad Rain (video): નવસારીમાં 9 ઇંચ વરસાદ, વલસાડમાં રેડ એલર્ટ

0
295
Navsari Valsad Rain (video): નવસારીમાં 9 ઇંચ વરસાદ, વલસાડમાં રેડ એલર્ટ
Navsari Valsad Rain (video): નવસારીમાં 9 ઇંચ વરસાદ, વલસાડમાં રેડ એલર્ટ

Navsari Valsad Rain: ગુજરાતના માથે વરસાદની બે સિસ્ટમ સર્જાઇ છે. હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે આ બે વરસાદી સિસ્ટમને કારણે આગામી પાંચ દિવસ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજેએ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરી છે, ઉપરવાસ અને નવસારી અને વલસાડ (Navsari Valsad Rain) માં મુશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે.

Navsari Valsad Rain (video): નવસારીમાં 9 ઇંચ વરસાદ, વલસાડમાં રેડ એલર્ટ
Navsari Valsad Rain (video): નવસારીમાં 9 ઇંચ વરસાદ, વલસાડમાં રેડ એલર્ટ

દક્ષિણ ગુજરાતમાં વરસાદી રાઉન્ડે ફરી તબાહી સર્જી છે, છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદે નવસારી જિલ્લાને તરબોળ કરી દીધુ છે.

તાજા અપડેટ પ્રમાણે, 142 તાલુકાઓમાં પડેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લામાં ખાબક્યો છે, જેના કારણે નવસારી જિલ્લાના ત્રણ તાલુકામાં પુરના પાણીની આફત આવી છે. ઉપરવાસના વરસાદથી નદીઓના પાણીના જળસ્તરમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. હાલમાં અંબિકા નદી, પૂર્ણા નદી અને કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો થઇ રહ્યાં છે. જેના કારણે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, અનેક ગામે સંપર્ક વિહોણા પણ બન્યા છે. 

હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, દક્ષિણ ગુજરાતનાં (Navsari Valsad Rain) વલસાડ, નવસારી, દમણ તથા દાદરા નગર હવેલીમાં સામાન્ય ગાજવીજ અને ભારે પવન ફૂંકાવાની આગાહી છે. આ સાથે આ વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકામાં જળબંબાકારની સ્થિતિ છે, નદીઓના પાણી બીલીમોરા શહેરમાં પણ ઘૂસ્યા છે, નદીના પાણી શહેર-ગામમાં ઘૂસતા વહીવટી તંત્ર સતર્ક બન્યુ છે, જોકે, નીચાણવાળા વિસ્તારમાંથી અનેક લોકોનું સ્થળાંતર યથાવત છે. નદીના પાણીના પ્રવાહને જોતા કાંઠા વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળો પર ખસી જવા તંત્ર દ્વારા સૂચનાઓ અપાઇ છે.

navsari valsad rain

નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે, અને જિલ્લાની ત્રણ મોટી નદીઓ પણ ગાંડીતૂર બની છે. અંબિકા નદીમાં જળસ્તર વધતાં નદીના પાણી ધોલ ગામમાં ઘૂસ્યા છે, બિલીમોરાથી અમલસાડને જોડતો રૉડ પાણીમાં સંપૂર્ણ ધોવાઇ ગયો છે. જેના તાજા દ્રશ્યો પણ સામે આવ્યા છે. 

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 142 તાલુકાઓ મેઘો કહેર બનીને ત્રાટક્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ખાબક્યો છે.

તાજા અપડેટ પ્રમાણે, નવસારીની અંબિકા નદીમાં વરસાદના પાણીથી ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે, નદીની પાણી આજુબાજુના ગામોના ઘરોમાં અને ખેતરોમાં ફરી વળ્યા છે. બીલીમોરાથી અમલસાડના રૉડ પરનું ઘોલ ગામ હાલમાં સંપર્ક વિહોણું બન્યુ છે.

અંબિકા નદીમાં ઘોડાપુરથી ઘોલ ગામ બેટમાં ફેરવાયું છે. નદીની બાજુમાંથી ગામમાં જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. હાલની સ્થિતિ એવી છે કે, ગામમાં પ્રવેશવાના રસ્તા પર સાતથી નવ ફૂટ સુધીના પાણી ભરાયા છે. નદીકાંઠાની મોટાભાગની આંબાની વાડીઓમાં પાણી ફરી વળ્યા છે. પાણી ભરાતા લોકો જાતે જ સ્થળાંતરીત થવા મજબુર બન્યા છે. નદીના પૂરના પાણીથી લોકોના ઘરોમાં ઘૂસી જતાં ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે. 

વલસાડમાં વહેલી સવારથી જિલ્લામાં વરસાદ

રાજ્યમાં આજે વહેલી સવારથી 43 તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે વલસાડ જિલ્લાના કપરાડામાં 19 મીમી, વલસાડમાં 2 મીમી, ઉમરગામમાં 2 મીમી અને ધમરપુરમાં 7 મીમી વરસાદ વરસ્યો છે. જિલ્લામાં ગઈકાલે પણ તમામ તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં કેટલાક દિવસથી સારા વરસાદના પગલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.

ખેરગામ તાલુકામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે, તો ધરમપુર અને વલસાડ તાલુકામાં 7-7 ઈંચ વરસાદથી હાહાકાર મચી ગયો છે.

જિલ્લામાં 26 કલાકમાં વરસાદના આંકડા

વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. ત્યારે છેલ્લા 28 કલાકમાં ધમરપુરમાં 7.2 ઈંચ, વલસાડમાં 7.1 ઈંચ, કપરાડામાં 7.1 ઈંચ, પારડીમાં 5.3 ઈંચ, વાપીમાં 4.5 ઈંચ અને ઉમરગામમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે.

ભારે વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો