Navsari Rain Alert: વાંસદા પોલીસ સહેલાણીઓ માટે દેવદૂત બની; કાવેરી – અંબિકા નદી ઉફાન પર, બીલીમોરા જળબંબાકાર

0
214
Navsari Rain Alert: વાંસદા પોલીસ સહેલાણીઓ માટે દેવદૂત બની; કાવેરી - અંબિકા નદી ઉફાન પર, બીલીમોરા જળબંબાકાર
Navsari Rain Alert: વાંસદા પોલીસ સહેલાણીઓ માટે દેવદૂત બની; કાવેરી - અંબિકા નદી ઉફાન પર, બીલીમોરા જળબંબાકાર

Navsari Rain Alert: નવસારી જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે પણ સવારથી જિલ્લાના કેટલાક ભાગમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે.

નદીઓમાં પૂર જેવી સ્થિતિ હોવાથી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાઈ રહ્યા છે અને લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. કાવેરી અને અંબિકા નદીના જળસ્તર વધતા બીલીમોરામાં નીચાણવાળા વિસ્તારોમાં જળંબબાકારની સ્થિતિ છે.

Navsari Rain Alert: વાંસદા પોલીસ સહેલાણીઓ માટે દેવદૂત બની; કાવેરી - અંબિકા નદી ઉફાન પર, બીલીમોરા જળબંબાકાર
Navsari Rain Alert: વાંસદા પોલીસ સહેલાણીઓ માટે દેવદૂત બની; કાવેરી – અંબિકા નદી ઉફાન પર, બીલીમોરા જળબંબાકાર

બીલીમોરામાં જળબંબાકારની સ્થિતિ

ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે નવસારી (Navsari Rain Alert) જિલ્લામાંથી વહેતી નદીઓના જળ સ્તરમાં વધારો થયો છે. નદીઓ બે કાંઠે વહી રહી છે. કાવેરી અને અંબિકા નદીના જળ સ્તરમાં વધારો થવાથી બીલીમોરા શહેરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાયા છે. પાણી ભરાવાના કારણે સ્થનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Navsari Rain Alert: પોલીસ આવી વહારે

વાંસદા તાલુકાના સરહદી વિસ્તારમાં ગઇકાલથી પડી રહેલા ભારે વરસાદના કારણે નદીઓના વહેણમાં વધારો થયો છે. પાણીના પ્રવાહના કારણે ધોધ વિસ્તારમાં ફરવા આવેલા સહેલાણીઓ ફસાઈ ગયા હતા.

જે અંગેની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને તમામનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

ગઇકાલે અને આજે કેટલો વરસાદ ખાબક્યો

નવસારી જિલ્લામાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં ખેરગામમાં 4 મિ.મી., વાંસદામાં 2 મિ.મી., ગણદેવીમાં 1 મિ.મી. વરસાદ વરસ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં ખેરગામાં 9 ઇંચ, ચીખલીમાં 6.2 ઇંચ, વાંસદામાં 5.9 ઇંચ, ગણદેવીમાં 2.5 ઇંચ, નવસારીમાં 1 ઇંચ અને જલાલપોરમાં 22 મિ.મી. વરસાદ વરસ્યો છે.

બે દિવસથી પડી રહેલા ભારે વરસાદ અને નદીઓ બે કાંઠે થવાથી જિલ્લાના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

ગણદેવી તાલુકામાં લોકોનું સ્થળાંતર

આજે સવારે 7 વાગ્યાની સ્થિતિએ ગણદેવી તાલુકા 966 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં તલીયારામાં 70, ભાઠા વાગરી ફ.માં 53, સોનવાડીમાં 12, ઉડાચ વા.ફ.માં 7, બીલીમોરામાં 138, દેસરામાં 41, ઉડાચ લુ.ફ.માં 60, દેવધામાં 160, તોરણગામમાં 90, અજરાઈમાં 10, ધમડાછામાં 12, વાઘરેચમાં 48, વાઘરેડ(નાની મોછીવાડ)માં 57, અમલસાડમાં 35, ખખવાડામાં 40, સરીખુર્દમાં 36, મોરલીમાં 27 અને આંતલીયામાં 70 લોકોનું સ્થળાંતર કરાયું છે.

Navsari Rain Alert: આ તાલુકાઓમાં શાળા-કોલેજોમાં રજા

નવસારી જિલ્લામાં હાલ પડી રહેલ વરસાદ અને નદીઓની લેવલ માં થયેલ વધારો ધ્યાનમાં રાખતા, જિલ્લાના ચીખલી, ગણદેવી, ખેરગામ તાલુકાના તમામ શાળા, આંગણવાડી, ITI અને કૉલેજ આજેના રોજ બંધ રહેશે. ઓનલાઇન શિક્ષણકાર્ય ચાલુ રાખી શકાશે. અન્ય તાલુકામાં રાબેતા મુજબ ચાલુ રહેશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો