નવરાત્રી પર વરસાદનું વિઘ્ન વરસાદનો વધુ એક રાઉન્ડ #navratri #varsad #rainupdate #ambalal #monsoonupdate

0
80

નવરાત્રી પર વરસાદ – હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. એક સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે આ વરસાદની સંભાવના છે. ખાસ કરીને, 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

આ વિસ્તારોમાં સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે. આ વરસાદ દરમિયાન ગાજવીજ અને ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે અમદાવાદ શહેરમાં પણ હળવા વરસાદની શક્યતા છે. આ વર્ષે ગુજરાતમાં સીઝનનો 28 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

નવરાત્રી પર વરસાદ ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાની શકયતા

હવામાન વિભાગની આગાહી

14 થી 16 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા

નવરાત્રી પર વરસાદનું વિઘ્ન વરસાદનો વધુ એક રાઉન્ડ #navratri #varsad #rainupdate #ambalal #monsoonupdate

નવરાત્રી પર પણ વરસાદનું વિઘ્ન

રાજ્યભરમાં છૂટાછવાયા વરસાદની આગાહી

સૌથી મહત્વની વાત એ છે કે આ વરસાદની અસર નવરાત્રિના તહેવાર પર પણ પડી શકે છે. હવામાન વિભાગે નવરાત્રિમાં પણ રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જોકે, ચોમાસાની વિદાય 15 સપ્ટેમ્બરથી રાજસ્થાનથી શરૂ થવાની શક્યતા છે,

છતાં ગુજરાતમાં છૂટાછવાયા વરસાદનો આ દોર ચાલુ રહી શકે છે.

Ambalal Patel ની મોટી ભવિષ્યવાણી ચંદ્રગ્રહણ બાદની અસરો કઈ રાશિને કરશે અસર

આવા વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઇવ