કહેવાય છે દુનિયામાં પ્રથમ વખત બનેલું પ્લાસ્ટિક આજે પણ આપની વચ્ચે અસ્તિત્વમાં છે એટલેકે તે નાશ નથી પામ્યું અને પ્રકૃતિ સહિત પર્યાવરણને પણ સતત નુકશાન પહોચાડી રહ્યું છે . આજે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ છે અને પ્રકૃતિ બચાવવા અમદાવાદના ફાઈન આર્ટ કોલેજના વિદ્યાર્થીઓએ ખુબ સરસ રીતે અનોખી પહેલ કરી અને પ્રક્રુ કે પ્લાસ્ટિક જેવા સળગતા મુદ્દા પર કાર્યક્રમ કર્યો અને સભ્ય સમાજમાં પ્રકૃતિ અનોખો સંદેશો આપ્યો. આ કાર્યક્રમ દ્વારા નવી પેઢીએ એક સંદેશ આપવાનો પ્રયત્ન છે કે, હવે તમે નક્કી કરો કે ભવિષ્યમાં તમારે પ્લાસ્ટીકનો બગીચો જોઈએ છે કે, કુદરતના ખોળે રમવું છે ?
અમદાવાદની શેઠ સી. એન. કૉલેજ ઑફ ફાઈન આર્ટસ ખાતે પણ નવા વિદ્યાર્થીઓને આવકારવા માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો .કાર્યક્રમ “પ્રકૃતિ કે પ્લાસ્ટિક” યોજાયો છે. જેમાં કોલેજના સિનિયર વિદ્યાર્થી દ્વારા પ્લાસિકના ગ્લાસ પર પેઇન્ટિંગ કરીને છોડ જેવો આકાર બનાવ્યો અને કોલેજમાં આવનારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને આવકારવા માટે કોલેજના અધ્યાપકો, સિનિયર વિદ્યાર્થીઓ સાથે માંલીતે આ નકલી છોડ આપ્યા જે પ્લાસ્ટિકના ફૂલોનાં બગીચા માત્ર દેખાવ હોય છે ..માનવ જીવનમાટે હાનિકારક છે તે સંદેશો આપ્યો .ત્યાર બાદ આ વિદ્યાર્થીઓને રિયલ પ્લાન્ટ આપવામાં આવ્યો અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યું .
આપને જણાવી દઈએ કે માનવતા માટે સૌથી મોટો ખતરો જે ગ્લોબલ વોર્મિંગ છે . પૃથ્વીના તાપમાનમા થઇ રહેલા સતત વધારાને “‘ગ્લોબલ વોર્મિંગ”‘ કહેવામાં આવે છે. ઔદ્યોગિકરણને પરિણામે મોટાપાયાના ઉદ્યોગો શરૂ થયા, વાહનવ્યવહારનો વ્યાપ વધ્યો, પેટ્રોલ- ડીઝલ વગેરે ધૂમાડા વાળા બળતણથી પ્રદૂષણમાં સતત વધારો થવા લાગ્યો. આર્થિક પ્રગતિ અને વિકાસ ઉપર પ્રતિકુળ અને અવરોધક અસરો વિશ્વમાં જોવા મળી છે. આ શબ્દો છે શેઠ સીએન ફાઈન આર્ટ કોલેજના પ્રાધ્યાપક રાજેશ ભાઈ બારૈયાના અને તે સાંભળીને અચંબિત તો થવાય પણ તેમની વાત સાંભળીને આપણે કેટલો વેસ્ટ ઉત્પન્ન કરી રહ્યા છીએ તે પણ ખ્યાલ આવે.
ચિત્રકાર બનવાના સપના સાથે આવેલા વિદ્યાર્થીઓએ કહ્યું કે 50% પ્લાસ્ટિક વપરાશ પછી ફેંકી દેવામાં આવે છે જે પ્રદૂષણનું કારણ બને છે અને સ્થાનિક નગરપાલિકાઓ, શહેર વહીવટીતંત્ર, સરકારો માટે માથાનો દુખાવો વધારે છે. જેમાં કુલ ઉત્પાદિત પ્લાસ્ટિકમાંથી 10% – 10% દર વર્ષે મહાસાગરોમાં જાય છે. એક સંશોધન મુજબ મહાસાગરો પર તરતા કુલ કચરાના 90% પ્લાસ્ટિકમાં હોય છે.એવું અનુમાન છે કે 2025 સુધીમાં વિશ્વમાં દરિયાકિનારે પ્રતિ ચોરસ ફૂટ 100 કરિયાણાની પ્લાસ્ટીકની થેલીઓ હશે. મતલબ કે પ્લાસ્ટિકના પહાડો હશે.ત્યારે એક કલાકાર તરીકે અમારું ધ્યેય પર્યાવરણીય બચત, ઉત્પાદન, સેવાઓ અને ટેકનીકલી નવીનતા લાવવા માટે પ્રક્રિયા દ્વારા કૈક નવું કરવાનું છે . જો આપણે બધા કચરાને ભેગો કરીને રિસાયક્લિંગ તરફ વાળીએ અને તેને ફરીથી ઉત્પાદનોમાં રૂપાંતરિત કરીએ તો ચોક્કસથી જમીન અને અન્ય પ્રદૂષણને બચાવી શકીશું અને ભાવિ પેઢી માટે પર્યાવરણીય સંસાધનોનું સંરક્ષણ કરીશું.
આ કાર્યક્રમ દ્વારા નવી પેઢીએ એક સંદેશ આપવાનો પ્રયત્ન છે કે, હવે તમે નક્કી કરો કે ભવિષ્યમાં તમારે પ્લાસ્ટીકનો બગીચો જોઈએ છે કે, કુદરતના ખોળે રમવું છે ?