NationalFilmAwards ; રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત, ગુજરાતી ફિલ્મને મળ્યા ૩ એવોર્ડ  

0
234
NationalFilmAwards
NationalFilmAwards

NationalFilmAwards :  આજે 70મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ માટે ગુજરાતી અભિનેત્રી માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો છે તેની સાથો સાથ નિત્યા મેનનને પણ તમિલ ફિલ્મ ‘તિરુચિત્રંબલમ’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો બેસ્ટ એવોર્ડ મળ્યો છે,  સુપરહિટ કન્નડ ફિલ્મ ‘કંતારા’ માટે એક્ટર રિષભ શેટ્ટીને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો છે. જ્યારે મલયાલમ ફિલ્મ ‘અટ્ટમ’ દેશની સર્વશ્રેષ્ઠ ફિલ્મ જાહેર કરવામાં આવી છે.

14

NationalFilmAwards :  મનોજ બાજપાઇ અને શર્મિલા ટાગોર સ્ટારર ફિલ્મ ‘ગુલમોહર’ને બેસ્ટ હિંદી ફિલ્મ જાહેર કરાઈ છે. જ્યારે સૂરજ બડજાત્યાને તેમની ફિલ્મ ‘ઊંચાઈ’ માટે બેસ્ટ ડિરેક્ટરનો નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ જ ફિલ્મ માટે નીના ગુપ્તાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મને બે એવોર્ડ ગયા છે. અરિજિત સિંઘને બેસ્ટ પ્લેબેક સિંગર અને તે જ ફિલ્મ માટે પ્રિતમને બેસ્ટ ડિરેક્ટર જાહેર કરાયા છે.

1 17



NationalFilmAwards  :  કોને મળ્યો એવોર્ડ

  • બેસ્ટ ફિલ્મઃ અટ્ટમ (મલયાલમ)
  • બેસ્ટ ફિલ્મ:(હોલસમ એન્ટરટેનમેન્ટ): કંતારા
  • બેસ્ટ એક્ટરઃ રિષભ શેટ્ટી (કંતારા)
  • બેસ્ટ એક્ટ્રેસઃ માનસી પારેખ (કચ્છ એક્સપ્રેસ), નિત્યા મેનન (તિરુચિત્રંબલમ)
  • બેસ્ટ ફીચર ફિલ્મ (નેશનલ, સોશિયલ, એન્વાયર્નમેન્ટલ ઇશ્યૂઝ): કચ્છ એક્સપ્રેસ
  • બેસ્ટ હિન્દી ફિલ્મઃ ગુલમોહર
  • બેસ્ટ ડિરેક્ટરઃ સૂરજ બડજાત્યા (ઊંચાઇ)
  • બેસ્ટ એક્ટર: (સપોર્ટિંગ રોલ-ફીમેલ): નીના ગુપ્તા (ઊંચાઇ)
  • બેસ્ટ એક્ટર: (સપોર્ટિંગ રોલ-મેલ): પવન રાજ મલ્હોત્રા (ફૌજા-હરિયાણવી ફિલ્મ)
  • બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ): અરિજિત સિંઘ (કેસરિયા- બ્રહ્માસ્ત્ર)
  • બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ): બોમ્બે જયશ્રી (સાઉદી વેળક્કા-મલયાલમ ફિલ્મ)
  • બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટરઃ પ્રીતમ (બ્રહ્માસ્ત્ર)
  • બેસ્ટ બેકગ્રાઉન્ડ મ્યુઝિકઃ એ. આર. રહેમાન (પોન્નિયિન સેલ્વન 1)
  • બેસ્ટ કોરિયોગ્રાફિ: જાની માસ્ટર, સતીષ ક્રિષ્નન (તિરુચિત્રંબલમ -તમિળ ફિલ્મ)
  • બેસ્ટ કન્નડ ફિલ્મઃ KGF 2
  • બેસ્ટ તમિળ-તેલુગુ ફિલ્મઃ પોન્નિયિન સેલ્વન 2, કાર્તિકેય 2
  • બેસ્ટ બંગાળી ફિલ્મઃ કાબેર અંતર્ધાન
  • બેસ્ટ મરાઠી ફિલ્મઃ વાળવી
  • બેસ્ટ મલયાલમ ફિલ્મઃ સાઉદી વેળક્કા
  • બેસ્ટ એડિટિંગઃ મહેશ ભુવાનંદ (અટ્ટમ) (મલયાલમ)
  • બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇનઃ આનંદ આદ્યા (અપરાજિતો, બંગાળી)
  • બેસ્ટ લિરિક્સ (ગીતકાર): નૌશાદ સરદાર ખાન (ફૌજા)
  • બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ્સઃ બ્રહ્માસ્ત્ર
  • બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટઃ શ્રીપથ (મલિકાપ્પુરમ-મલયાલમ ફિલ્મ)
  • બેસ્ટ સિનેમેટોગ્રાફીઃ રવિ વર્મન (પોન્નિયિન સેલ્વન-1)- (તમિળ ફિલ્મ)
  • બેસ્ટ સાઉન્ડ ડિઝાઇનઃ આનંદ ક્રિશ્નમૃર્તિ (પોન્નિયિન સેલ્વન-1)
  • બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝઇનરઃ નિકિ જોશી (કચ્છ એક્સપ્રેસ)
  • બેસ્ટ એક્શન ડિરેક્શનઃ KGF-2
  • બેસ્ટ સ્ક્રિપ્ટ: મોનો નો અવેયર
  • બેસ્ટ સ્ક્રીન પ્લે: આનંદ એકાર્શી (અટ્ટમ મલયાલમ ફિલ્મ)
  • બેસ્ટ ડાયલોગ રાઇટર: અર્પિતા મુખર્જી, રાહુલ વી.ચિત્તેલા (ગુલમોહર)
  • ​​​​​​​બેસ્ટ ડેબ્યૂ ફિલ્મ: ફૌજા (હરિયાણવી ફિલ્મ)
  • બેસ્ટ મેકઅપ: સોમનાથ કુંડુ (અપારજિતો, બંગાળી) સ્પેશિયલ મેન્શન
  • ​​​​​​​ફિલ્મ: ગુલમહોર(હિંદી)
  • એક્ટર: મનોજ બાજપાઇ (ગુલમોહર)
GVGJtbAWgAAH65Q
  • NationalFilmAwards : ગયા વર્ષે અલ્લુ અર્જુન સર્વશ્રેષ્ઠ અભિનેતા બન્યો હતો ગયા વર્ષે, અલ્લુ અર્જુનને ‘પુષ્પા’ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. અલ્લુ આ સન્માન મેળવનાર પ્રથમ તેલુગુ અભિનેતા હતા. ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે આલિયા ભટ્ટ અને ‘મિમી’ માટે કૃતિ સેનનને સંયુક્ત રીતે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.​​​​​​​​​​​​​​​​​​​​​ રાષ્ટ્રીય પુરસ્કાર આપવાની શરૂઆત 1954માં થઈ હતી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દેશનો સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ પુરસ્કાર છે. તેની શરૂઆત 1954માં થઈ હતી. સર્વશ્રેષ્ઠ ફિલ્મ શ્રેણીમાં પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર મરાઠી ફિલ્મ ‘શ્યામચી આયી’ને આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. આ પછી રાષ્ટ્રપતિ આ પુરસ્કારોનું વિતરણ કરે છે. NationalFilmAwards

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો