National Sports Policy:કેન્દ્રની રાષ્ટ્રીય ખેલ નીતિ 2025 મંજૂર: ભારતને રમતગમતમાં વૈશ્વિક મહાશક્તિ બનાવવાનો લક્ષ્ય
કેન્દ્ર સરકાર દ્વારા રમત-ગમતના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. તાજેતરમાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં રાષ્ટ્રીય ખેલ નીતિ 2025 (National Sports Policy 2025)ને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, આ નીતિ ભારતને રમતગમતના ક્ષેત્રે વૈશ્વિક સ્તરે આગેવાન બનાવવાનો પ્રયાસ છે. આ નીતિ રાષ્ટ્રીય રમતગમત નીતિ-2001ને સ્થાને લાગુ પડશે અને તેનું મુખ્ય લક્ષ્ય ભારતને રમતગમતમાં વૈશ્વિક મહાશક્તિ બનાવવાનો છે. ખાસ કરીને ઓલિમ્પિક-2036 અને અન્ય આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં ભારત મજબૂત દાવો રજૂ કરી શકે તે માટે તૈયારી કરવા પર ભાર મૂકાયો છે.
આ નવી નીતિની રચનામાં વિવિધ મંત્રાલયો, નીતિ આયોગ, રાજ્ય સરકારો, રાષ્ટ્રીય રમત-ગમત સંઘો, એથલિટ્સ, નિષ્ણાતો તેમજ સામાન્ય નાગરિકો સાથે ચર્ચા કરવામાં આવી છે. NSP-2025ના 5 મુખ્ય આધાર-સ્તંભો છે, જેમ કે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન સુધારવા માટે આધારભૂત માળખું તૈયાર કરવું, જેમાં ખેલાડીઓની પસંદગી, કોચિંગ, સ્પોર્ટ્સ સાયન્સ, ફિઝિયોથેરાપી, ટેકનોલોજી અને વૈજ્ઞાનિક તાલીમ શામેલ છે. કોચ, અધિકારીઓ અને સપોર્ટ સ્ટાફ માટે પણ તાલીમની ખાસ વ્યવસ્થા કરાશે.

National Sports Policy:નવસર્જન, ટેકનોલોજી અને ખાનગી ભાગીદારીથી ભારતનું રમતગમત ભવિષ્ય ઉજ્જ્વળ બનાવવાનું ધ્યેય
આ નીતિ હેઠળ રમતગમતને દેશના આર્થિક વિકાસ સાથે જોડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. રમતગમત ટૂરિઝમ, મોટી સ્પર્ધાઓનું આયોજન, સ્પોર્ટ્સ મેન્યુફેક્ચરિંગ અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા માટે ખાસ પ્રયાસ કરાશે. પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP), કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) અને નાણાકીય પ્રોત્સાહનના માધ્યમથી ખાનગી રોકાણ માટે પણ માળખું બનાવવામાં આવ્યું છે.
આ નીતિ સામાજિક વિકાસ અને સમાનતા પર પણ ભાર મૂકતી છે. મહિલાઓ, પછાત વર્ગો, અનુસૂચિત જાતિ-જનજાતિઓ અને દિવ્યાંગ ખેલાડીઓને રમતગમતમાં જોડવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. આ સાથે જ સ્થાનિક, પરંપરાગત અને રમતોના સંરક્ષણ અને વિકાસ માટે ખાસ પગલાં લેવામાં આવશે.

National Sports Policy:રાષ્ટ્રીય ખેલ નીતિ 2025 થી ખેલાડીઓની પસંદગીથી ઓલિમ્પિકસ સુધી મજબૂત આયોજન
NSP-2025નો ઉદ્દેશ રમતગમતને જનઆંદોલન બનાવવાનો છે. શાળાઓ, કાર્યસ્થળો અને સ્થાનિક સ્તરે ફિટનેસ ઝુંબેશો ચલાવવામાં આવશે. રમતગમતના સાધનો અને સુવિધાઓ સામાન્ય જનતા માટે સુલભ બને તે માટે પણ નિર્ધારણ કરાયું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથે જોડાણ રાખીને શાળાના અભ્યાસક્રમમાં રમતગમતનો સમાવેશ કરવામાં આવશે અને સ્પોર્ટ્સ શિક્ષકો માટે વિશેષ તાલીમની વ્યવસ્થા કરાશે.
આ નીતિ વ્યૂહાત્મક માળખું, નિયમનાત્મક સિસ્ટમ, ટેકનોલોજીનો ઉપયોગ, ખાનગી સહભાગિતાના મોડલ અને મોનિટરિંગ વ્યવસ્થાને સમાવિષ્ટ રાખે છે. કેન્દ્ર સરકારનો દાવો છે કે, NSP-2025 દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ માટે માર્ગદર્શક નીતિ બની રહેશે અને તે ખેલાડીઓની ક્ષમતા વિકસાવશે તેમજ ભારતને રમતગમતની દુનિયામાં એક નવો ઊંચો દરજ્જો આપશે.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરોયુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: National Sports Policy:ઓલ્મ્પીચ્સ પેલા ભારતનું મોટું પગલું , સરકારએ આપી મહત્વપૂર્ણ મંજુરી