Narendra Modi : 170થી વધુ ચૂંટણીસભાઓ, 80થી વધુ ટીવી ઇન્ટરવ્યુ બાદ વડાપ્રધાન મોદી ધ્યાનયોગમાં, 1 જુન સાંજ સુધી ધ્યાન કરશે  

0
145
Narendra Modi
Narendra Modi

Narendra Modi : લોકસભા ચૂંટણીનો પ્રચાર પ્રસાર શાંત થઇ ગયો છે, આગામી 1 જુને સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન યોજાવાનું છે, વડાપ્રધાન મોદીએ આ લોકસભા ચૂંટણી માટે અંદાજીત ૧૭૪ જનસભાઓ યોજી હતી , સતત ૨ મહિના સુધી ચાલેલા ચૂંટણી પ્રચાર બાદ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલ પહોંચી ગયા છે, અહી તેઓ હવે આગામી 45 કલાક સુધી ધ્યાન ધરી રહ્યા છે.

Narendra Modi

લોકસભા ચૂંટણી 2024 માટે ૧૭૪  ચૂંટણી રેલીઓ, 80 ઇન્ટરવ્યુ અને આવી તમામ વ્યસ્તતાઓને પાછળ છોડીને વડાપ્રધાન મોદી હવે ધ્યાનના માર્ગે છે. પીએમ મોદી કન્યાકુમારી પહોંચ્યા હતા. અહીં તેઓ 1 જૂનની સાંજ સુધી વિવેકાનંદ મેમોરિયલના ધ્યાનમંડપમાં ધ્યાન ધરી રહ્યા છે.

Narendra Modi : પીએમ મોદીએ રોક મેમોરીયલ પહોચ્યા પહેલા પૂજા કરવા નજીકના ભગવતી અમ્માન મંદિર પહોંચ્યા હતા. પીએમ મોદીના સમુદ્રની વચ્ચે સ્થિત સ્મારક પર 45 કલાકના રોકાણ માટે ભારે સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ મોદી ગુરુવાર સાંજથી 1 જૂન  સુધી ધ્યાન મંડપમમાં ધ્યાન કરશે, જ્યાં વિવેકાનંદને ‘ભારત માતા’ વિશે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોવાનું માનવામાં આવે છે.  

Narendra Modi

Narendra Modi :  વડાપ્રધાન દક્ષિણ ભારતના પરંપરાગત પોશાકમાં ધોતી પહેરીને જોવા મળ્યા હતા. સફેદ રંગની શાલથી ઢંકાયેલા વડાપ્રધાન મોદી ગુરુવાર સાંજથી 1 જૂનની સાંજ સુધી વિવેકાનંદ મેમોરિયલના ધ્યાન મંડપમમાં ધ્યાન કરશે. પીએમ મોદી એ જ જગ્યાએ દિવસ-રાત ધ્યાન કરશે જ્યાં દાયકાઓ પહેલા સ્વામી વિવેકાનંદે ધ્યાન કર્યું હતું. એવું માનવામાં આવે છે કે દેવી પાર્વતીએ આ સ્થાન પર એક પગ પર ઉભા રહીને ધ્યાન કર્યું હતું.

Narendra Modi

Narendra Modi :  છેલ્લા 10 વર્ષમાં બે આધ્યાત્મિક યાત્રાઓ  

Narendra Modi :  તમને જણાવી દઈએ કે વડાપ્રધાન ચૂંટણી પ્રચારના અંતે આધ્યાત્મિક યાત્રાઓ માટે જાણીતા છે. પાંચ વર્ષ પહેલા પીએમ મોદીએ લોકસભા ચૂંટણી 2019નો પ્રચાર પૂરો થયા બાદ કેદારનાથની મુલાકાત લીધી હતી. 2014 માં તેમણે મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ સાથે સંકળાયેલ સ્થળ પ્રતાપગઢની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે 19 એપ્રિલથી 543 લોકસભા સીટો માટે ચૂંટણી શરૂ થઈ ગઈ છે. સાત તબક્કામાં યોજાનારી ચૂંટણી માટે છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થવાનું છે. 4 જૂને મતગણતરી થશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો