LOCAL TRAIN: હૃદયદ્રાવક ઘટનાના CCTV ફૂટેજ, પિતા-પુત્રએ ટ્રેનની આગળ સૂઈને જીવન ટૂંકાવ્યું

0
648
LOCAL TRAIN: હૃદયદ્રાવક ઘટનાના CCTV ફૂટેજ, પિતા-પુત્રએ ટ્રેનની આગળ સૂઈને જીવન ટૂંકાવ્યું
LOCAL TRAIN: હૃદયદ્રાવક ઘટનાના CCTV ફૂટેજ, પિતા-પુત્રએ ટ્રેનની આગળ સૂઈને જીવન ટૂંકાવ્યું

MUMBAI LOCAL TRAIN: મુંબઈની જીવાદોરી સમાન મુંબઈની લોકલ ટ્રેન અનેક મુસાફરોને તેમની મંઝીલ સુધી પહોંચાડે છે. ત્યારે મુંબઈ લોકલ ટ્રેનની એક હૃદયદ્રાવક ઘટનાના CCTV માં કેદ થઇ છે, આ ફૂટેજમાં પિતા-પુત્રે જીવનથી હારીને જિંદગીનો અંત લાવ્યો.

LOCAL TRAIN: હૃદયદ્રાવક ઘટનાના CCTV ફૂટેજ, પિતા-પુત્રએ ટ્રેનની આગળ સૂઈને જીવન ટૂંકાવ્યું
LOCAL TRAIN: હૃદયદ્રાવક ઘટનાના CCTV ફૂટેજ, પિતા-પુત્રએ ટ્રેનની આગળ સૂઈને જીવન ટૂંકાવ્યું

MUMBAI LOCAL TRAIN: દરરોજ રેલવે ટ્રેક પર ચાલતા લોકો મુંબઈની લોકલની ટક્કરથી મૃત્યુ પામે છે, પરંતુ મુંબઈથી 32 કિલોમીટર દૂર ભાયંદરમાં એક પિતા-પુત્રએ એકબીજાનો હાથ પકડીને આત્મહત્યા કરી લીધી. આ ઘટનાના વીડિયો સામે આવ્યા છે જેમાં બંને જણા આત્મહત્યા કરવાના ઈરાદે રેલવે પ્લેટફોર્મ પર આવ્યા હતા. વીડિયોમાં પિતા-પુત્ર પ્લેટફોર્મ પર ચાલતી વખતે એકબીજા સાથે વાત કરતા જોવા મળે છે. ત્યાં સુધી કોઈને ખ્યાલ ન આવે કે બંને આત્મહત્યા કરવાના છે. એટલામાં એક ટ્રેન આવે છે. જ્યારે ટ્રેન પ્લેટફોર્મના છેડે પહોંચે છે, ત્યારે બંને પાટા પર ઉતરી જાય છે. બંને એકબીજાનો હાથ પકડીને પાટા ઓળંગે છે અને ટ્રેન આવે ત્યારે પાટા પર સૂઈ જાય છે. થોડીક સેકન્ડ પછી ટ્રેન તેમને કચડી નાખે છે.

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં પિતા-પુત્રની આત્મહત્યાનો હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત અને પરેશાન છે, આ સમગ્ર ઘટના સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પિતા-પુત્ર બંને સ્ટેશન પર આરામથી વાતો કરી રહ્યા છે અને અચાનક પ્લેટફોર્મ પરથી નીચે ઉતરી સામેથી આવતી ટ્રેનની સામે હાથ પકડીને સૂઈ જાય છે.

MUMBAI LOCAL TRAIN: ડ્રાઈવરને ઈમરજન્સી બ્રેક લગાવવાનો સમય ન મળ્યો

આ આત્મહત્યાના વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પિતા-પુત્ર બંને ટ્રેનની સામે એટલી ઝડપથી સૂઈ જાય છે કે ટ્રેન ડ્રાઈવરને ઈમરજન્સી બ્રેક લગાવવાનો સમય પણ ના મળી શક્યો. આ ઘટના વિશે માહિતી આપતાં થાણે પોલીસે જણાવ્યું કે 35 વર્ષીય જય મહેતા અને તેમના 60 વર્ષીય પિતા હરીશ મહેતાએ ભાયંદર સ્ટેશન નજીક આવતી લોકલ ટ્રેનની સામે પડીને આત્મહત્યા કરી હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો