Mumbai Indians: હાર્દિક પંડ્યાના લાડલાને જોવો પડશે બહારનો રસ્તો..?

0
1323
Mumbai Indians: હાર્દિક પંડ્યાના લાડલાને જોવો પડશે બહારનો રસ્તો
Mumbai Indians: હાર્દિક પંડ્યાના લાડલાને જોવો પડશે બહારનો રસ્તો

Mumbai Indians: છેલ્લા કેટલાક મહિના ઈશાન કિશન માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. તેણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન વતન પરત ફરવાનું નક્કી કર્યું. ત્યારબાદ રણજી ટ્રોફીમાં ભાગ લીધો ન હતો. BCCI ની ચેતવણી છતાં ઈશાને રણજી ટ્રોફીમાં નહીં રમવાનો નિર્ણય લીધો હતો.

આ દરમિયાન તે હાર્દિક પંડ્યા સાથે બરોડામાં હતો. આ પછી BCCI એ તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દીધો. હવે IPL માં પણ ઈશાનનું બેટ કામ નથી કરી રહ્યું. 3 મેચમાં તેના નામે માત્ર 50 રન છે.

Mumbai Indians: હાર્દિક પંડ્યાના લાડલાને જોવો પડશે બહારનો રસ્તો
Mumbai Indians: હાર્દિક પંડ્યાના લાડલાને જોવો પડશે બહારનો રસ્તો

Mumbai Indians: ઈશાન કિશનનું કપાઈ શકે છે પત્તુ ?

સર્જરી બાદ સૂર્યકુમાર યાદવ પરત ફર્યા છે. તે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં રમતા જોવા મળશે. સૂર્યાના આગમનથી મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ વધુ મજબૂત બનશે. તે ઓપનિંગ બેટિંગ પણ કરી શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સ સિવાય તેણે ટી-20માં પણ ટીમ ઈન્ડિયા માટે ઈનિંગ્સની શરૂઆત કરી છે. ઈશાન કિશન રન નથી બનાવી રહ્યો અને આવી સ્થિતિમાં તેની જગ્યા ટોપ ઓર્ડરમાં સૂર્યાને આપવામાં આવી શકે છે.

વિષ્ણુ વિનોદ રાખવાના વિકલ્પ

મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) પાસે વિષ્ણુ વિનોદના રૂપમાં વિકેટકીપરનો વિકલ્પ પણ છે. તે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી શકે છે. કેરળ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમનાર વિષ્ણુનો T-20માં શાનદાર રેકોર્ડ છે. 57 ઇનિંગ્સમાં તેણે 34ની એવરેજ અને 143ની સ્ટ્રાઇક રેટથી 1591 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને 8 અડધી સદી સામેલ છે.

હાર્દિક તેના લાડલાને બચાવશે?

હાર્દિક પંડ્યા સામે હવે ડબલ પડકાર છે. તેણે તેના પ્રિય ઈશાન કિશનને બચાવવાનો છે. આ સાથે ટીમને પણ જીતાડવી પડશે. મુંબઈને ત્રણ મેચમાં ત્રણ પરાજયનો સામનો કરવો પડ્યો છે. ઈશાને વિકેટ પાછળ પણ ભૂલો કરી છે.

એક મેચમાં અંબાતી રાયડુએ કોમેન્ટ્રી દરમિયાન પણ કહ્યું હતું કે જો ઈશાન રણજી ટ્રોફી રમ્યો હોત તો તે બોલ કેચ કરી લેત.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો