Billionaire Capital: ભારતની આર્થિક રાજધાની બની એશિયાની ‘અબજપતિઓની રાજધાની’

0
85
Billionaire Capital: ભારતની આર્થિક રાજધાની બની એશિયાની ‘અબજપતિઓની રાજધાની’
Billionaire Capital: ભારતની આર્થિક રાજધાની બની એશિયાની ‘અબજપતિઓની રાજધાની’

Billionaire Capital: ભારતની આર્થિક રાજધાની મુંબઈને હવે એશિયાના અબજોપતિઓની રાજધાનીનો દરજ્જો પણ હાંસલ કર્યો છે. હુરુન ઈન્ડિયા રીચ લિસ્ટ અનુસાર અબજોપતિઓના વસવાટની દ્રષ્ટિએ મુંબઈ બેઇજિંગને છોડીને પ્રથમ ક્રમાંકે આવી ગયું છે. મુંબઈ પછી બીજો નંબર દિલ્હીનો અને ત્રીજો નંબર હૈદરાબાદનો છે. જ્યારે અમદાવાદ આ મામલે યાદીમાં સાતમા ક્રમે છે.

Billionaire Capital: ભારતની આર્થિક રાજધાની બની એશિયાની ‘અબજપતિઓની રાજધાની’
Billionaire Capital: ભારતની આર્થિક રાજધાની બની એશિયાની ‘અબજપતિઓની રાજધાની’

Billionaire Capital: હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024 મુજબ, ભારતની આર્થિક રાજધાની મુંબઈ એશિયાની ‘બિલિયોનેર કેપિટલ’ બની ગઈ છે કારણ કે તેમાં હવે ચીનની રાજધાની બેઈજિંગ કરતાં વધુ અબજોપતિઓ છે. આવી સ્થિતિમાં, મુંબઈમાં અબજોપતિઓની સંખ્યામાં 58નો વધારો થયો છે, આ યાદીમાં અબજોપતિઓની સંખ્યા 386 થઈ ગઈ છે. (Billionaire Capital)

અહેવાલ મુજબ, હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024 ગુરુવારે (29 ઓગસ્ટ) જાહેર કરી. જેમાં કહેવામાં આવ્યું છે કે એશિયાના 25% અબજોપતિઓનું ઘર મુંબઈમાં છે. આ અર્થમાં, આ શહેર સમગ્ર એશિયામાં અબજોપતિઓની નવી રાજધાની (Billionaire Capital) તરીકે ઉભરી આવ્યું છે.  

મુંબઈ એશિયાના અબજોપતિ કેપિટલ, બીજું કોણ સામેલ

અબજોપતિઓના વસવાટના  પ્રથમ પસંદગીના શહેર તરીકે મુંબઈ ઉભરી આવ્યું છે. તે પછીનો ક્રમ દિલ્હીનો અને તે પછીનો ક્રમ હૈદરાબાદનો છે.  દિલ્હીમાં ૧૮ નવા અબજોપતિઓ ઉમેરાયા છે. હવે ત્યાં કુલ ૨૧૭ અબજોપતિઓનો વસવાટ નોંધાયો છે.  હૈદરાબાદે આ યાદીમાં હરણફાળ ભરી છે અને બેંગ્લુરુને પાછળ છોડી દીધું છે. આ યાદીમાં પહેલીવાર તે ત્રીજાં સ્થાને આવ્યું છે.  હૈદરાબાદમાં કુલ ૧૭ નવા અબજોપતિ ઉમેરાયા છે. તે સાથે હવે ત્યાં અબજોપતિઓની સંખ્યા વધીને ૧૦૪ થઈ ગઈ છે. બેંગ્લુરુમાં કુલ ૧૦૦ અબજોપતિઓ વસવાટ કરી રહ્યા છે. જ્યારે અમદાવાદ આ મામલે યાદીમાં સાતમા ક્રમે છે. જ્યાં લગભગ 67 જેટલા અબજપતિઓ વસવાટ (Billionaire Capital) કરે છે.

યાદી પર નજર નાખીએ તો, મુંબઈમાં ૯૨ અબજોપતિઓ વસવાટ કરી રહ્યા છે. જ્યારે બેઇજિંગમાં આ સંખ્યા ૯૧ની છે. મુંબઈમાં ૪૪૫ બિલિયન ડોલરની સંપત્તિ ધરાવતા હોય તેવા અલ્ટ્રા રિચ અબજોપતિઓની સંખ્યામાં ૨૬નો  ઉમેરો થયો હતો જ્યારે ચીનમાં આવા અબજોપતિઓની સંખ્યામાં ૧૮નો ઘટાડો થયો હતો. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો