Multi-starrer Film Jaani Dushman : આજકાલ બોલિવૂડમાં મોટા બજેટની ફિલ્મોનો દબદબો છે. 200 કરોડના બજેટમાં ફિલ્મો તો જાણે સામાન્ય વાત બની ગઈ છે અને દરેક સ્ટારના ભાવ પણ કરોડોમાં બોલી રહ્યા છે. એક સમય હતો જ્યારે આખી ફિલ્મ 1 કરોડ રૂપિયામાં બની હતી અને તે સમયના સુપરસ્ટાર્સ પણ આ ફિલ્મમાં જોવા મળતા હતા. આજે અમે એક એવી ફિલ્મ વિશે વાત કરી રહ્યા છીએ જે હિન્દી ફિલ્મ સિનેમાની મલ્ટિસ્ટારર ફિલ્મ વિશે ખૂબ જ ચર્ચિત રહી છે, જેની ચર્ચા આજે પણ થાય છે. આ ફિલ્મમાં તે જમાનાના એક-બે નહીં પરંતુ 5 પુરૂષ સુપરસ્ટાર (Multi Starer Superhit film ) હતા અને ઘણી જાણીતી અભિનેત્રીઓ પણ હતી. અમે વાત કરી રહ્યા છીએ 1979માં રિલીઝ થયેલી હોરર ડ્રામા ફિલ્મ ‘જાની દુશ્મન’.

કરોડોમાં બની હતી આ ફિલ્મ :
લગભગ 44 વર્ષ પહેલા બનેલી ફિલ્મ ‘જાની દુશ્મન’ (Jaani Dushman) ને ફિલ્મના મેકર્સને રાતો-રાત અમીર બનાવી દીધા હતા. આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર કોહલીએ કર્યું હતું. ફિલ્મમાં જીતેન્દ્ર, સુનીલ દત્ત, સંજીવ કુમાર, શત્રુઘ્ન સિન્હા અને વિનોદ મહેરા જેવા 5 સુપરસ્ટાર (Multi-starrer Film)હતા. તેમજ રેખા, રીના રોય, નીતુ સિંહ, સારિકા અને બિંદિયા ગોસ્વામી જેવી લીડ એક્ટ્રેસ ફિલ્મમાં લીડ રોલમાં હતી. પરંતુ આટલી મોટી સ્ટારકાસ્ટ હોવા છતાં આ ફિલ્મ હાલના માત્ર 1.3 કરોડ રૂપિયામાં પૂરી થઈ ગઈ હતી.

જાની દુશ્મન (Jaani Dushman) તે સમયના સૌથી સફળ ફિલ્મોમાંની એક
નવી દુલ્હનના દુશ્મન, ડરામણા રાક્ષસ સાથે રહસ્યથી ભરપૂર આ ફિલ્મની વાર્તા એ લોકોનું ખૂબ મનોરંજન કર્યું અને લોકો એ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું. ફિલ્મ જાની દુશ્મન વર્ષ 1979ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની અને તેના બજેટ કરતા લગભગ 9 ગણી વધુ કમાણી કરી. રિપોર્ટ્સ અનુસાર જાની દુશ્મને 9 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મને આજે પણ યાદ કરવામાં આવે છે અને તેનું નામ હિન્દી સિનેમાની સફળ હોરર ફિલ્મોમાં સામેલ કરવામાં આવ્યું છે.
Multi-starrer film ના ગીતો પણ સુપરહિટ
તમે લગ્નમાં એક ગીત તો ચોક્કસથી સાંભળ્યું હશે, “ચાલો એ ડોલી ઉઠાઓ” – આ ગીત એ ‘જાની દુશ્મન’ (Jaani Dushman 1979) ફિલ્મનું જ છે. આ સાથે ‘સુન ભાઈ સાધો…’ તેમજ ‘તેરે હાથો મે પેહનાકે ચૂડિયા..’ ઉપરાંત અનેક સુપરહિટ ગીતો આ ફિલ્મના છે, આ ફિલ્મનું મ્યુઝિક લક્ષ્મીકાંત-પ્યારેલાલે આપ્યું હતું. (Multi-starrer Film)
વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો