Mpox who :   આવ્યો વધુ એક વાયરસનો ખતરો, who એ જાહેર કરી કટોકટી  

0
357
Mpox who
Mpox who

Mpox who :  આફ્રિકન દેશોમાં વધતા જતા મંકીપોક્સ કેસ અને મોતની સંખ્યાથી પૂરી દુનિયા ચિંતિતિ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વિશ્વભરમાં સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી છે. વાયરસનો એક નવો પ્રકાર ફેલાઈ રહ્યો છે.

Mpox who :   વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ Mpox, એટલે કે મંકીપોક્સને ગ્લોબલ પબ્લિક હેલ્થ ઈમર્જન્સી જાહેર કરી છે. બે વર્ષમાં આ બીજી વખત છે, જ્યારે આ રોગને હેલ્થ ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે. કોંગોમાં આ રોગનો પ્રકોપ ફેલાયો છે, જેના કારણે પાડોશી દેશો પણ ઝપેટમાં આવી ગયા છે.

Mpox who

મંકીપોક્સ શીતળા જેવો વાઇરલ રોગ છે. આ વાઇરસના ચેપમાં સામાન્ય રીતે ઘણી આડઅસર થતી નથી, પરંતુ ભાગ્યે જ કિસ્સાઓમાં એ જીવલેણ બની શકે છે. આના કારણે ફ્લૂ જેવાં લક્ષણો દેખાય છે અને શરીર પર પરૂ ભરેલા ફોલ્લા, લાલ ચકતાં પડે છે. આ વાઇરસ ઓર્થોપોક્સ વાઇરસ જીનસ ફેમિલીનો સભ્ય છે, જે શીતળા માટે પણ જવાબદાર છે.

Mpox who

Mpox who :   WHO પણ ચિંતિત છે, કારણ કે મંકીપોક્સના વિભિન્ન પ્રકોપમાં મૃત્યુદરમાં તફાવત છે. ઘણી વખત એ 10%થી વધુ થઈ ગયો છે. એ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે, કારણ કે એ ચેપી રોગ છે, તેથી WHOએ આ અંગે એલર્ટ જાહેર કર્યુ છે.

Mpox who :   મંકી પોક્સના મોટાભાગના કેસો ક્યાંથી આવે છે?

Mpox who

Mpox who :   વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, આફ્રિકન દેશો કોંગો, બુરુન્ડી, કેન્યા, રવાન્ડા અને યુગાન્ડા સહિત અન્ય દેશોમાં તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. આફ્રિકાના અન્ય ભાગોમાં મંકીપોક્સના પ્રકોપને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે. ડબલ્યુએચઓએ આ જાહેરાત કરી કારણ કે, એક ડઝનથી વધુ દેશોમાં બાળકો અને પુખ્ત વયના લોકોમાં મંકીપોક્સના કેસની પુષ્ટિ થઈ છે,  

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો