આગામી 48 કલાકમાં કેરળમાં ચોમાસુ બેસી જશે

0
56
કેરળમાં ચોમાસાની દસ્તક
કેરળમાં ચોમાસાની દસ્તક

હવામાન વિભાગે આગાહી કરી છે કેરળમાં ચોમાસાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં કેરળમાં ચોમાસુ બેસી જશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લક્ષ્ય દિપ વિસ્તારમાંથી ચોમાસુ આગળ વધી રહ્યું છે.બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં ચોમાસુ આગળ વધવા માટે પરિસ્થિ અનુકૂળ છે. જે દર્શાવે છે કે આગામી 48 કલાકમાં ચોમાસુ બેસી જશે. આગાઉ IMDએ આગાહી કરી હતી કે  ૭ જૂન અથવા ત્યાર બાદ ચોમાસુ પ્રવેશી શકે છે. મહત્વનું છે કે, IMDએ કહ્યું હતું કે, ચોમાસું ૪ જૂને પ્રવેશ કરશે, પરંતુ હવામાનની બદલાતી પરીસ્થિતિને જોતા ફરી નવી આગાહી કરવામાં આવી હતી.

Rain 4

જાણો પાછલા વર્ષોમાં કેરળમમાં ચોમાસું ક્યારે પ્રવેશ્યું

2022 – મે 29

2021- 3 જૂન

2020- જૂન 1

2019- 8 જૂન

2018- મે 29

આગાઉ શું કરી હતી આગાહી

IMDએ ચોમાસાને લઈને આગાઉ આગાહી કરી હતી ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગે કહ્યું હતું કે કેરળમાં ચોમાસું આવવામાં હજુ થોડું મોડું થશે તેવી આગાહી કરી હતી. આગાહી મુજબ, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે એક જૂનથી કેરળમાં એન્ટ્રી લે છે. જોકે હવે તે ૭ જૂન અથવા ત્યાર બાદ પ્રવેશી શકે છે.જોકે હવે આ અંગે પ્રપ્ત લેેટેસ્ટ અપડેટ મુજબ કેરળમાં આગામી 48 કલકામાં ચોમાસુ જામશે.દક્ષિણ અરબી સમુદ્ર પર પશ્ચિમી પવનો 2.1 કિમી સુધી ચાલે છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વાદળો ભેગા થાય છે અને એક જ વિસ્તારમાં કેન્દ્રિત રહે છે.