Monsoon Weather Update :   રાજ્યમાં આજથી 6 દિવસ વરસાદની આગાહી, જાણો કઈ તારીખે ક્યાં પડશે વરસાદ ?  

0
138
Monsoon Weather Update
Monsoon Weather Update

Monsoon Weather Update :  દેશમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. ત્યારે હવે ગુજરાતમાં પણ વરસાદની રાહ જોવામાં આવી રહી છે. હાલ ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થઈ ચૂકી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 15 જૂનની આસપાસ રાજ્યમાં ચોમાસાનું આગમન થઇ શકે છે.

Monsoon Weather Update

Monsoon Weather Update :   હવામાન વિભાગે અમદાવાદને ગરમીથી રાહત ક્યારે મળશે તેની પણ આગાહી કરી છે, આગામી રવિવારથી અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 6 દિવસ સુધી વિવિધ વિસ્તારમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. જેમાં આજે 6 જુને વલસાડ, દાહોદ, નવસારી, છોટા ઉદેપુર, તાપી, ડાંગ અને દમણમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે,

Monsoon Weather Update

Monsoon Weather Update :   રાજ્યમાં હાલ ગરમીથી આંશિક રાહત જોવા મળી રહી છે. રાજ્યમાં ગરમીનો પારો 40 ડીગ્રીની આસપાસ ચાલી રહ્યો છે, આગામી 6 દિવસ રાજ્યમાં પ્રી મોન્સુન એક્ટીવીટીના ભાગરૂપે રાજ્યમાં વિવિધ જીલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, હવામાન વિભાગનું માનીએ તો ચોમાસું હાલ 2 દિવસ વહેલું ચાલી રહ્યું છે.  અને ગુજરાતમાં પણ ૨ દિવસ વહેલું ચોમાસું બેસી શકે છે અને આગામી 12 જુનથી રાજ્યમાં સાવત્રિક વરસાદ વરસી શકે છે.

Monsoon Weather Update

Monsoon Weather Update :   ક્યારે અને ક્યાં વરસાદની આગાહી ?

7 જૂન   :  દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલી માં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

8 જૂન   :  પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. 

Monsoon Weather Update

9 જૂન   : ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. 

10 જૂન  :   દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીરસોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. 

11 જુન   : અમદાવાદ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, , ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીરસોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. 

12 જૂને સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો