ModiCabinet : નરેન્દ્ર મોદી આજે સાંજે 7:15 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. વહેલી સવારે તેમણે મહાત્મા ગાંધી અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી, તેમણે રાષ્ટ્રીય વોર મોમેરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. મોદી 3.0 સરકારમાં સંભવિત મંત્રીઓને શપથ માટેના ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે, જાણો કોને કોને મંત્રીમંડળમાં સમાવેશ કરવા માટે ફોન પહોંચ્યા છે.
ModiCabinet : ગઠબંધન પાર્ટીમાંથી કોને મળશે મંત્રીમંડળમાં સ્થાન ?
ચંદ્રબાબુ નાયડુની ટીડીપીને કેબિનેટ અને રાજ્ય મંત્રી પદ મળવાની લગભગ પુષ્ટિ થઈ ગઈ છે. LJP(R) ના ચિરાગ પાસવાન, JDU ના રામનાથ ઠાકુર અને લલન સિંહ, HAM ના જીતન રામ માંઝી અને અપના દળ(S)ના પ્રમુખ અનુપ્રિયા પટેલને પણ મંત્રી બનાવવામાં આવી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેબિનેટમાં યુપી, રાજસ્થાન અને ગુજરાતનો હિસ્સો ઘટશે.
ModiCabinet : ગુજરાતમાંથી કોને બનાવામાં આવશે મંત્રી ?
ગુજરાતમાંથી ભાજપ અમિત શાહ, એસ.જયશંકર , મનસુખ માંડવિયા, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને નીમુબેન બાંભણિયાને મંત્રી બનાવવામાં આવી શકે છે. હાલ આ પાંચેયને શપથ માટે જાણ કરી દેવામાં આવી છે. જો કે ક્ષત્રિય વિવાદમાં સપડાયેલા પુરુષોત્તમ રૂપાલાનું પત્તુ કાપવામાં આવ્યું છે. આમ ગુજરાતના પાંચ મંત્રીમાંથી એક મહિલા ચહેરો નીમુબેનનું નામ પણ નક્કી છે.
ModiCabinet : કોને કોને શપથવિધિ માટે આવ્યા ફોન ?
અમિત શાહ | BJP |
એસ. જયશંકર | BJP |
સી. આર. પાટીલ | BJP |
નીમુબેન બાંભણિયા | BJP |
મનસુખ માંડવિયા | BJP |
રાવ ઇન્દ્રજીત સિંહ | BJP |
મનોહર લાલ ખટ્ટર | BJP |
શાંતનુ ઠાકુર | BJP |
રાજનાથ સિંહ | BJP |
નીતિન ગડકરી | BJP |
પીયૂષ ગોયલ | BJP |
જ્યોતિરાદિત્ય સિંધિયા | BJP |
રક્ષા ખડસે | BJP |
જિતેન્દ્ર સિંહ | BJP |
લલન સિંહ | JDU |
જીતનરામ માંઝી | HAM |
કુમારસ્વામી | JDS |
રામનાથ ઠાકુર | JDU |
ચિરાગ પાસવાન | LJP (R) |
અનુપ્રિયા પટેલ | અપના દળ(એસ) |
જયંત ચૌધરી | RLD |
પ્રતાપ રાવ જાધવ | શિવસેના (શિંદે) |
મોહન નાયડૂ | TDP |
પી ચંદ્રશેખર પેમ્માસાની | TDP |
ModiCabinet : વિપક્ષ આપશે શપથવિધિમાં હાજરી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. સૂત્રોએ જણાવ્યું કે ખડગેએ પાર્ટી અને સહયોગીઓ સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લીધો છે. ભાજપના નેતા પ્રહલાદ જોશીએ શનિવારે મોડી રાત્રે 8 જૂને ખડગેને ફોન કરીને કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું હતું.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો