MODI CABINET : : કોને મળશે મંત્રી મંડળમાં સ્થાન ? જાણો આ રહ્યું સંભવિત લીસ્ટ

0
146
MODI CABINET
MODI CABINET

MODI CABINET : પીએમ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવાની તૈયારી કરી રહ્યા છે રવિવાર સાંજે 7 :15 કલાકે શપથ વિધિ કરશે, ત્યારે કેબિનેટમાં કોને સ્થાન મળશે તેને લઈને  ધમસાણ ચાલી રહ્યું છે. આ વખતે ભાજપ એકલા હાથે બહુમતી મેળવી શકી નથી, તેથી સાથીપક્ષોની વાત પણ સાંભળવી પડશે. પહેલા નીતિશ અને ચંદ્રબાબુ નાયડુ બંને સાથીપક્ષોની માગણીઓ પૂરી કરવી પડશે. પછી પોતાના સાંસદોને એડજસ્ટ કરવા પડશે.  

MODI CABINET

માનવામાં આવે છે કે ટીડીપીને 4, જેડીયુને 3, એલજેપી અને શિવસેનાને 2-2 મંત્રી પદ મળી શકે છે. જોકે નીતિશે 4 કેબિનેટ અને એક રાજ્ય મંત્રીપદની માગણી કરી છે. એવા અહેવાલો છે કે ભાજપ પછી NDAની સૌથી મોટી પાર્ટી TDP અને JDU નાણાં મંત્રાલયની સાથે સ્પીકરપદની માગ કરી રહી છે,  નરેન્દ્ર મોદી રવિવાર સાંજે 7:15 કલાકે વડાપ્રધાન પદના શપથ લેશે, નવી સરકારમાં કોણ મંત્રી બનશે તેને લઈને સંસ્પેશ યથાવાત્ત છે ત્યારે સુત્રોનું માનીએ તો  

MODI CABINET : કોને મળશે મંત્રી મંડળમાં સ્થાન

MODI CABINET
  • 1 ) મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને મળી શકે છે મોટી ભૂમિકા
  •  ૨ ) નાણાં મંત્રાલયની પીયૂષ ગોયલને આપવામાં આવી શકે છે
  • ૩ ) દિલ્હીનાં સાંસદ બાંસૂરી સ્વરાજને રાજ્યકક્ષાનાં મંત્રી બનાવવામાં આવી શકે છે
  • 4 ) ઓડિશામાંથી અપરાજિતા સારંગી કેબિનેટમાં આવે એવી પૂરી શક્યતા
  • 5 )  કર્ણાટકના JD(S) સાંસદ એચડી કુમારસ્વામીને મંત્રી બનાવવામાં આવી શકે છે
  • 6 ) કેરળમાં ભાજપના સાંસદ સુરેશ ગોપીને પણ કેબિનેટમાં મળી શકે છે સ્થાન
  • 7 ) ગોવાના સાંસદ શ્રીપદ નાઈકને પણ મળી શકે છે કેબિનેટમાં સ્થાન
  • 8 ) જમ્મુ-કાશ્મીરથી ડો.જિતેન્દ્ર સિંહ ફરીવાર બની શેક છે મંત્રી
  • 9 )  હરિયાણાથી રાવ ઈન્દ્રજિત ને મળી શકે છે કેબીનેટમાં સ્થાન
  • 10 )  દિલ્હીથી રામવીર સિંહ બિધુરીને મંત્રી બનાવવામાં આવી શકે છે.


MODI CABINET :  એનડીએમાં ભાજપ પછી ટીડીપીના સૌથી વધુ સાંસદો છે, તેથી તેની પાસે પણ વધુ મંત્રીઓ હશે. ટીડીપી બે કેબિનેટ મંત્રી અને બે રાજ્યમંત્રીના પદની માગ કરી રહી છે. ટીડીપીની કેબિનેટમાં 4 મંત્રી હશે એ નિશ્ચિત છે. આ સિવાય તે લોકસભા સ્પીકરનું પદ પણ ઈચ્છે છે. જોકે ભાજપ કોઈપણ ભોગે સ્પીકરપદ આપવા માગતી નથી.

MODI CABINET

MODI CABINET : ભાજપ પછી ટીડીપી પાસે સૌથી વધુ મંત્રીઓ હશે

  • 1 ) શ્રીકાકુલમ બેઠક પરથી જીતેલા રામમોહન નાયડુને મળી શકે છે કેબિનેટમાં સ્થાન
  • ૨ )  ગુંટૂરથી જીતેલા પેમ્માસાની ચંદ્રશેખર બની શકે છે મંત્રી
  • ૩ )  નરસારાવપેટથી જીતેલા લાવુ શ્રીકૃષ્ણ દેવરાયલુના નામ મંત્રીપદ માટે નિશ્ચિત
  • 4 )  વિશાખાપટ્ટનમથી જીતેલા શ્રીભરતને કેબીનેટમાં સ્થાન મળી શકે છે.
MODI CABINET


નીતિશ કુમારની પાર્ટી જેડીયુએ 2019ની ચૂંટણીમાં 16 બેઠક જીતી હતી. ભાજપે તેમને માત્ર બે મંત્રીપદ આપ્યાં ત્યારે નીતિશ ગુસ્સે થયા અને કેબિનેટમાં જોડાયા નહિ. હવે 12 સાંસદ ધરાવતા નીતિશ કુમાર કિંગમેકરની ભૂમિકામાં છે. એનાથી તેમની સોદાબાજીની શક્તિ વધી છે. અત્યારસુધી રેલવે મંત્રાલય અને કૃષિ મંત્રાલય પર ચર્ચા થતી રહી છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી પર પણ વાતચીત ચાલી રહી છે.

MODI CABINET :  નીતિશનો બાર્ગેનિંગ પાવર વધ્યો, 3 મંત્રીપદ મળવા નિશ્ચિત

  • 1 ) જેડીયુ સાંસદ સંજય ઝાનું નામ મંત્રી પદમાં સૌથી આગળ
  •  ૨ ) દેવેશ ચંદ્ર ઠાકુરને પણ મંત્રી બનાવી શકાય છે.
  •  ૩ )  જેડીયુના પૂર્વ અધ્યક્ષ લલન સિંહને પણ મંત્રી બનાવવામાં આવી શકે છે.

લોકસભા ચૂંટણીમાં ચિરાગ પાસવાનની પાર્ટીનો સ્ટ્રાઈક રેટ 100% રહ્યો છે. એલજેપી (રામ વિલાસ) 5 બેઠક પર ચૂંટણી લડી અને તમામ જીતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચિરાગ પાસવાનને એક કેબિનેટ અને બે રાજ્યમંત્રીના પદ મળવા પર એક અભિપ્રાય બનાવવામાં આવ્યો છે.

MODI CABINET

MODI CABINET : ચિરાગ અને માંઝીની સાથે ચૂંટણી હારેલા કુશવાહા પણ દાવેદાર

1 ) ચિરાગ પાસવાનને કેબિનેટમાં સ્થાન આપી શકે છે

 ૨ ) હમ પાર્ટીના કારાકાટથી ચૂંટણી હારી ગયેલા ઉપેન્દ્ર કુશવાહાને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની શિવસેનાએ સાત બેઠક જીતી છે. પાર્ટી એક કેબિનેટ મંત્રી અને એક રાજ્ય મંત્રીપદની માગ કરી રહી છે.

MODI CABINET

MODI CABINET : એકનાથ શિંદેએ બે મંત્રીપદ માગ્યા

  • 1 )શિવસેના તરફથી શ્રીરંગ બારણે બની શકે છે મંત્રી
  •  ૨ )પ્રતાપરાવ જાધવ અને સંદીપન ભૂમરેનાં નામ પણ ચર્ચામાં
  • ૩ ) અજિત પવારની પાર્ટી માટે એકમાત્ર સીટ જીતનાર સુનીલ તટકરે પણ મંત્રી બની શકે છે

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો