MIvsLSG : આજે લગભગ ઔપચારિક મેચ, મુંબઈ લાજ માટે તો લખનૌ આંશિક આશા માટે ઉતરશે મેદાને  

0
492
MIvsLSG
MIvsLSG

MIvsLSG :  IPL પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયેલી મુંબઈ ઈન્ડિયન્સ આજે વાનખેડે સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામેની છેલ્લી મેચમાં જીત સાથે ટુર્નામેન્ટનો અંત લાવવાનો પ્રયાસ કરશે. મુંબઈ ઈન્ડિયન્સ લાંબા સમયથી પ્લેઓફની રેસમાંથી બહાર છે, જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ છેલ્લી મેચમાં જોરદાર માર્જિનથી જીત મેળવે તો પણ તેની અંતિમ ચારમાં પહોંચવાની શક્યતા ઘણી નબળી છે.

MIvsLSG

MIvsLSG : ત્રણ મેચમાં સતત હારને કારણે લખનૌએ પણ પોઈન્ટ ગુમાવ્યા અને નેટ રન રેટ પણ બગડ્યો. KKR સામે 98 રનથી હાર્યા બાદ, તેઓ સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા 10 વિકેટે અને દિલ્હી કેપિટલ્સ દ્વારા 19 રનથી પરાજય પામ્યા હતા. સાતમા સ્થાને રહેલી લખનૌનો નેટ રનરેટ -0.787 છે, જ્યારે છઠ્ઠા સ્થાને રહેલી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો રનરેટ 0.387 છે.

MIvsLSG : પાંચ વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ હતી. નવા કેપ્ટન હાર્દિક પંડ્યાને કારણે આ સિઝનમાં ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. જો મુંબઈ ઈન્ડિયન્સ, જેણે અત્યાર સુધી 13 મેચમાંથી માત્ર ચારમાં જ જીત મેળવી છે, જો શુક્રવારે જીતે છે, તો તેની પાસે 10 પોઈન્ટ હશે જેથી તેઓ છેલ્લા સ્થાને રહેવાથી બચી શકે છે,  

MIvsLSG

MIvsLSG : સીઝન પહેલા, રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપ સોંપવાને કારણે મુંબઈના ચાહકોમાં ઘણો ગુસ્સો હતો, જેની અસર ટીમના પ્રદર્શન પર પણ પડી હતી. બેટ્સમેનો સંપૂર્ણપણે નિરાશ થયા, જ્યારે બોલિંગમાં જસપ્રિત બુમરાહ (20 વિકેટ) અન્ય બોલરોને સારું પ્રદર્શન કરવા માટે પ્રેરણા આપી શક્યો નહોતો.  

MIvsLSG : આ મેચમાં વર્લ્ડ કપ ટીમમાં સામેલ હાર્દિક, રોહિત, બુમરાહ અને સૂર્યકુમાર યાદવ પર ફોકસ રહેશે. રોહિત છેલ્લી છ ઇનિંગ્સમાં નિષ્ફળ રહ્યો હતો અને તેનો સર્વોચ્ચ સ્કોર 19 રન હતો. જયારે  હાર્દિક પંડ્યા પણ ઓલરાઉન્ડરની ભૂમિકા સારી રીતે નિભાવી શક્યો ન હતો. સૂર્યકુમાર યાદવે ત્રણ અડધી સદી અને એક સદી ફટકારીને આત્મવિશ્વાસ વધાર્યો છે.

MIvsLSG

લખનૌ માટે, કેપ્ટન કેએલ રાહુલે ત્રણ અડધી સદી સહિત 136.36ના સ્ટ્રાઈક રેટથી 465 રન બનાવ્યા હતા. જોકે, તેમનો સ્ટ્રાઈક રેટ ચર્ચાનો વિષય રહ્યો હતો. નિકોલસ પૂરન (168.92ના સ્ટ્રાઇક રેટથી 424 રન)એ સારું પ્રદર્શન કર્યું પરંતુ ટીમ એક યુનિટ તરીકે નિષ્ફળ રહી.

MIvsLSG : વરસાદ પડશે કે આખી મેચ થશે?

MIvsLSG

MIvsLSG : આ મેચ મુંબઈમાં યોજાવાની છે, જ્યાં થોડા દિવસ પહેલા તોફાન આવ્યું હતું જેણે તબાહી મચાવી હતી. આવા સંજોગોમાં સવાલ એ છે કે શું આ મેચ પણ થશે કે પછી વરસાદના કારણે હારી જશે? જો કે આ મેચમાં વરસાદનું બહુ જોખમ નથી. શુક્રવારે મુંબઈમાં તાપમાન 29 ડિગ્રી રહેવાની શક્યતા છે.  

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો