બ્રહ્માંડ અનેક રહસ્યોથી ઘેરાયેલું છે, અવકાશમાં 2100 કરોડ પ્રકાશવર્ષ દૂર એક ગાઢ આકાશગંગા છે. બ્રહ્માંડમાં આવી અનેક આકાશગંગાઓ છે, તેની ચારેકોર વિકૃત પ્રક્શીય વલયો છે.તે સતત ભ્રમણ કરતુ હોવાથી હંમેશા સમાન આકારમાં રહેતું નથી. ફરતી-ફરતી તૂટતી રહે છે. તેથી જ તેને ‘આઈન્સ્ટાઈન રિંગ’ પણ કહેવામાં આવે છે. આ એક રહસ્યમય આકાશગંગા છે.
તાજેતરમાં જ NASAના જેમ્સ વેબ સ્પેસ ટેલીસ્કોપ (James Webb Space Telescope) એ તેની તસવીર લીધી હતી. પહેલીવાર આટલી દૂર આવેલી આઈન્સ્ટાઈન રિંગની આટલી ચોખ્ખી તસવીર સામે આવી છે. તેને આઈન્સ્ટાઈન રિંગ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આલ્બર્ટ આઈન્સ્ટાઈ દ્વારા સાપેક્ષતાના સિદ્ધાંત પર તેને ઓળખી અને શોધવામાં આવી હતી.
આ એક ખૂબ જ દુર્લભ અને શુનદાર નજરો છે. આ આઈન્સ્ટાઈન રીંગની ગુરુત્વાકર્ષણ શક્તિ ખૂબ જ વધારે છે. જેના કારણે તેને ગ્રેવિટેશનલી લેન્સ્ડ ઓબ્જેક્ટ પણ કહેવામાં આવે છે. આ નજરો ત્યારે બને છે જયારે શક્તિશાળી આકાશગંગા અથવા બ્લેક હોલ પોતાની આસપાસના સ્પેસ ટાઇમને બાંધી રોકી લે છે. ત્યાંથી નીકળતો પ્રકાશ ચારેબાજુ વર્તુળ જેવો એટલે કે રીંગ જેઓ આકાર બનાવે છે.
આ રિંગ્સ તેમની આસપાસની અન્ય આકાશગંગાઓ, સુપરનોવા તેમજ નજીકમાંથી પસાર થતી કોઈપણ વસ્તુને ગુરુત્વાકર્ષણ બળ દ્વારા પોતાની તરફ ખેંચીલે છે અથવા તે તેની પાસેથી ત્રાંસુ થઇને પસાર થાય છે. કારણ કે આ રિંગની ગુરુત્વાકર્ષણ એટલી શક્તિશાળી છે કે નજીકથી પસાર થતી વસ્તુનો આકાર જ બદલાઈ જાય છે.
આઈન્સ્ટાઈન રીંગ અને પૃથ્વી વચ્ચેનું અંતર 1700 કરોડ પ્રકાશવર્ષ દૂર છે. જ્યારે તેની ગેલેક્સી 400 કરોડ પ્રકાશવર્ષ દૂર આવેલી છે. અત્યાર સુધી અંતરિક્ષમાં જો કોઈ દૂરની વસ્તુ મળી હોય તો તે 1470 કરોડ પ્રકાશવર્ષના અંતરે હતી. જ્યારે બ્રહ્માંડની ઉંમર 1370 કરોડ વર્ષ માનવામાં આવે છે. બ્રહ્માંડ સતત વિસ્તરીટ થતું રહે છે. આ આઈન્સ્ટાઈન રીંગનું વજન આપણા સૂર્ય જેવા 6500 કરોડ સૂર્ય ભેગા થાય એટલું છે.
તાજેતરમાં આ ફોટો સંબંધિત અહેવાલ પ્રકાશિત થયો હતો જેમાં રિંગ્સને લઇ આ વાતને સ્વીકારવામાં આવી હતી. જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે અત્યાર સુધીમાં 5 લાખથી વધુ આકાશગંગાની શોધ કરી ચુક્યું છે. ઉપરાંત તેને તેમના નકશાઓ પણ બનાવ્યા છે. જેને કોસ્મોસ વેબ સર્વે કહેવામાં આવે છે.
દેશ-દુનિયાના વધુ સમાચાર માટે ક્લિક કરો અહી –
જાણો કયા રાજ્યમાં પીવાય છે કેટલા ટકા દારૂ : કયું રાજ્ય છે ટોપ પર ?
હિંદુ મેરેજ એક્ટ હેઠળ પત્નીને વાઈ હોય તો, તે છૂટાછેડા માટેનું કારણ નથી : હાઈકોર્ટ
ભાજપના સાંસદ મેનકા ગાંધીનો ઈસ્કોન ગૌશાળા પર ગંભીર આક્ષેપ
ડીમેટ ખાતાધારકોમાં નોમિની ઉમેરવાની છેલ્લી તારીખ લંબાવાઈ
ન્યૂયોર્ક સિવિલ કોર્ટ, “ડોનાલ્ડ ટ્રમ્પ અને તેના પુત્રો છેતરપિંડી કેસમાં જવાબદાર”
રશિયા-યુક્રેન સરહદ પર રહસ્યમય અવાજો, છવાયું અંધકાર, દ્રશ્ય જોઈ લોકો આશ્ચર્યચકિત