પાણીની નીચે દોડશે મેટ્રો, ભારતની પ્રથમ અંડરવોટર ટ્રેનનું રવિવારે થશે પરિક્ષણ

0
177

ભારત એક ખુબ ઝડપથી વિકસતું દેશ છે અને હવે આ ઝડપથી વિકસતા દેશમાં મેટ્રો જમીનની સાથે સાથે પાણીની નીચે પણ દોડશે. ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો ટ્રેન શરૂ થવા જઈ રહી છે. આવતીકાલે આ ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવશે. આ મેટ્રો હુગલી નદીમાં બનેલી ટનલમાંથી પસાર થશે. આ મેટ્રોમાં 6 કોચ જોડવામાં આવશે. આ સિવાય આ મેટ્રોમાં બીજી ઘણી વિશેષતાઓ છે. કોલકાતા પૂર્વ-પશ્ચિમ મેટ્રો પ્રોજેક્ટ હેઠળ પરીક્ષણ માટે બે 6 કોચવાળી ટ્રેન તૈયાર કરવામાં આવી છે. સોલ્ટ લેકમાં હાવડા મેદાન અને સેક્ટર વીને જોડતો પૂર્વ પશ્ચિમ મેટ્રો કોરિડોર સેક્ટર વી સ્ટેશન અને સિયાલદાહ વચ્ચે કાર્યરત છે. બે 6 કોચવાળી આ મેટ્રો ટ્રેન એસ્પ્લેનેડ અને હાવડા મેદાન વચ્ચે 4.8 કિલોમીટરના અંતરે ટ્રાયલ રન કરશે.