રાજ્યમાં ગરમીમાં વધારો થઈ રહ્યો છે.ત્યારે હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાશે. દેશના અનેક રાજ્યમાં હીટવેવનો કહેર યથાવત છે. દેશના વિવિધ ભાગોમાં તાપમાનનો પારો પણ 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. રાજસ્થાન, ઝારખંડ, ઓડિશા અને બિહાર જેવા કેટલાય રાજ્ય ગંભીર હીટવેવની ઝપેટમાં છે અને હવામાન વિભાગે તીવ્ર ગરમી-હીટવેવની ચેતવણી આપી છે. ગુજરાતના વાતાવરણમાં પણ સતત પલટો આવી રહ્યો છે. ગરમીમાં પણ અચાનક વાદળછાયું વાતાવરણ થઇ જાય છે. તો ક્યારેક કાળઝાળ ગરમી પડે છે. ત્યારે હવામાન વિભાગેગરમીને લઈને આગાહીકરી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહશે. બે દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. બે દિવસ બાદ 1 ડિગ્રી તાપમાનનો વધારો થશે. મોટા ભાગના શહેરોમાંતાપમાન 40 ડિગ્રીને પાર થવાની શક્યતાઓ છે. ઉત્તરી દિશાથી સૂકા પવન ફૂંકાવવાના કારણે તાપમાનમાં વધારો થશે.