ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે મહીસાગર જીલ્લાના લુણાવાડા , સંતરામપુર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે અને વાવણી લાયક વરસાદ થઇ રહ્યો છે. ખેડૂતો મહીસાગર જીલ્લામાં ખેતી કામમાં લાગી ગયા છે. જીલ્લામાં સાર્વત્રિક વરસાદના સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ યથાવત રહેશે.
મહીસાગર જીલ્લામાં વરસાદી વાતાવર જામ્યું છે . સમગ્ર જીલ્લામાં લુણાવાડા, મહીસાગર, બાલાસિનોર પંથકમાં વરસાદ થતા ખેડૂતો ખેતીકામમાં લાગી ગયા છે અને ચોમાસું પાક આ વર્ષે સારો થશે તેવી આશા રાખી રહ્યા છે. મહીસાગર ઉપરાંત, પંચમહાલ , દાહોદ જીલ્લામાં પણ વરસાદના સમાચાર મળી રહ્યા છે. હાલ જીલ્લામાંથી કોઈ પણ અનિચ્છનીય બનાવ સામે આવ્યો નથી પરંતુ જીલ્લા વહીવટી તંત્ર સમગ્ર પરિસ્થિતિ અને વરસાદની સતત અપડેટ મેળવી રહ્યું છે . જીલ્લામાં કડાણા ડેમમાં હાલ ઉપરવાસમાં સતત વરસાદને કારણે નવા પાણીની આવક જોવા મળી રહી છે અને પર્વતીય પ્રદેશમાં અહ્લાદ્ક વાતાવરણ જોવા મળી રહ્યું છે
સમગ્ર રાજ્યની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર , કચ્છમાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી છે . કચ્છ અને જુનાગઢ અને જામનગર પંથકમાં અનેક ગામ સંપર્ક વિહોણા છે. કચ્છ જીલ્લામાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે . અંજારમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે ત્યારે અનેક લોકોને બચાવવામાં સ્થાનિક લોકો અને પોલીસ તંત્ર ખડે પગે કામ કર્યું છે. અને રાહત શિબિરમાં ખસેડવામાં આવી રહ્યા છે
અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાકથી મેઘરાજાની મહેર યથાવત છે . ગઈ કાલે વરસાદમાં અમદાવાદના તમામ વિસ્તારો પાણી પાણી થયા હતા. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યાનો સામનો નાગરિકો વર્ષોથી કરી રહ્યા છે તે આ વર્ષે પણ યથાવત છે અને તંત્રના દાવાઓ પોકળ સાબિત થઇ રહ્યા છે.મળતી માહિતી મુજબ ઓઢવ સહિતના વિસ્તારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે.
આગામી 24 કલાક રાજ્યમાં વરસાદ યથાવત રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ રેહશે અને આવતીકાલે છૂટા છવાયા વરસાદની સંભાવના રહેશે. જામનગર, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર,રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે . ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદને લઇને હવામાન વિબાગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે , નવસારી,વલસાડ,ડાંગ, જૂનાગઢ, અમરેલી માં રેડ એલર્ટ જાહેર કર્યા છે, જ્યારે ગીર સોમનાથ,ભાવનગર,ભરૂચ,સુરત, તાપી માં ઓરેન્જ એલર્ટ છે,, તો અમદાવાદ, આણંદ,વડોદરા, નર્મદા,બોટાદ, રાજકોટ, પોરબંદરમાં માં યલો એલર્ટ જાહેર કરાયો છે, રેડ એલર્ટ ના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે, ઓરેન્જ એલર્ટમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી જ્યારે યલો એલર્ટ માં ભારે વરસાદની આગાહી કરાઈ છે