પાકિસ્તાન હુમલાને લઈને વિદેશ મંત્રાલયે આપી માહિતી #gujaratinews #OperationSindoor2 #IndiaPakistanWar #OperationSindhoor #mea #india #pakistan

0
110

ઓપરેશન સિંદુરને લઈને વિદેશ મંત્રાલયે આપી માહિતી #gujaratinews #OperationSindoor2 #IndiaPakistanWar #OperationSindhoor #mea #india #pakistan – ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે વિદેશ મંત્રાલય દ્વારા સતત ત્રીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી હતી ,ઓપરેશન સિંદુરને લઈને વિદેશ મંત્રાલયે આપી માહિતી જનરલ સોફિયા કુરૈશીએ જણાવ્યું હતું, કે મધ્ય રાત્રિએ પાકિસ્તાની સેનાએ ભારતીય એરસ્પેસનો ઉલ્લંઘન કર્યો અને નિયંત્રણ રેખા પર ગોળીબાર કર્યો.

વિદેશ મંત્રાલયે આપી માહિતી વિસ્તારમાં જાણી લો ઘટના

પાકિસ્તાને 36 સ્થાનો પર 300થી 400 ડ્રોનથી હુમલાનો પ્રયાસ કર્યો. ભારતીય સેનાએ મોટા ભાગના ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. ડ્રોનના કાટમાળની તપાસ કરવામાં આવી રહી છે, જોકે પ્રાથમિક જાણકારી અનુસાર આ ડ્રોન તુર્કીયેના છે. રાત્રિમાં જ પાકિસ્તાને UAVથી ભટીંડા સૈન્ય સ્ટેશન પર હુમલાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો.

જેના જવાબમાં ભારતે ચાર ડ્રોન પાકિસ્તાન તરફ છોડ્યા જેમાંથી એક ડ્રોન રડારને તોડવામાં સફળ રહ્યું. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સરહદ તથા LoC ( નિયંત્રણ રેખા ) પર ભારે ગોળીબાર પણ કર્યો જેનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો. પાકિસ્તાનના ગોળીબારમાં ભારતના અમુક જવાન ઈજાગ્રસ્ત થયા છે.

ભારતીય સેનાએ જણાવ્યું છે કે પાકિસ્તાન તેના નાગરિક વિમાનોને ઢાલ બનાવીને ઉપયોગ કરી રહ્યું છે. સરહદ નજીક ભારતના એરસ્પેસમાં કોઈ નાગરિક વિમાને ઉડાન નથી ભરી, પરંતુ પાકિસ્તાનના એરસ્પેસમાં નાગરિક વિમાનો ઉડાન ભરી રહ્યા હતા. 

ઓપરેશન સિંદુરને લઈને વિદેશ મંત્રાલયે આપી માહિતી

પાકિસ્તાને સીઝફાયરનું ફરીવાર ઉલ્લઘન કર્યું

પાકિસ્તાને સૈન્ય વિસ્તાર પર હુમલાનો કર્યો પ્રયાસ

ભારતે તમામ હુમલા નિષ્ફળ કર્યા

પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર કરવામાં આવ્યો

ભારતની કાર્યવાહીમાં પાકિસ્તાનને ભારે નુકશાન

પાકિસ્તાને તુર્કીએના ડ્રોનનો ઉપયોગ કર્યો : સેના

પાકિસ્તાને ૩૬ જગ્યાએ હુમલાનો પ્રયાસ કર્યો

પાકિસ્તાનની કાર્યવાહીમાં જવાનો થયા ઘાયલ

પાકિસ્તાને ૩૦૦ થી ૪૦૦ ડ્રોનનો ઉપયોગ કર્યો

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

ઓપરેશન સિંદુરને લઈને વિદેશ મંત્રાલયે આપી માહિતી #OperationSindoor2 #IndiaPakistanWar #OperationSindhoor #mea #india #pakistan