Massive Wildfires Ravage Chile: ચિલીના જંગલોમાં ભીષણ આગથી હાહાકાર, 18ના મોત 20 હજારથી વધુ લોકો બેઘર,

0
104
Massive Wildfires
Massive Wildfires

Massive Wildfires Ravage Chile: દક્ષિણ અમેરિકાના દેશ ચિલીમાં અત્યારે કુદરતી આપત્તિએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. કોન્સેપ્સિયન નજીક આવેલા પેન્કોના જંગલોમાં લાગેલી પ્રચંડ આગને કારણે અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે, જ્યારે 20 હજારથી વધુ લોકો બેઘર બન્યા છે. આગ સતત વિકરાળ બની રહી હોવાથી ચિલી સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં ઇમરજન્સી જાહેર કરી દીધી છે.

Massive Wildfires Ravage Chile: 8500 હેક્ટર વન સંપદા ભસ્મીભૂત

Massive Wildfires Ravage Chile

બાયોબિયો અને નુબલે વિસ્તારોમાં આગની સ્થિતિ સૌથી વધુ ગંભીર બની છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં અંદાજે 8500 હેક્ટરથી વધુ વન વિસ્તાર આગમાં બળી ખાખ થયો છે. હજારો પશુઓ અને વન્યજીવોના મોત થયા હોવાનું અનુમાન છે. આગની નજીક આવેલા અનેક ગામડાઓ ખાલી કરાવવામાં આવ્યા છે.

Massive Wildfires Ravage Chile: 50 હજાર લોકોનું સ્થળાંતર, 20 હજારનું સુરક્ષિત રેસ્ક્યૂ

ભીષણ આગના કારણે આશરે 50,000 લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 20,000 લોકોનું સુરક્ષિત રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. રાહત કેમ્પોમાં ખોરાક, પાણી અને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

Massive Wildfires Ravage Chile: 38 ડિગ્રીથી વધુ તાપમાન, કારો પણ પીગળતી

સ્થાનિક પ્રશાસન અનુસાર અસરગ્રસ્ત વિસ્તારોમાં તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ પહોંચી ગયું છે. ગરમી અને તેજ પવનના કારણે આગ ઝડપથી ફેલાઈ રહી છે. કેટલીક જગ્યાએ રસ્તા પર ઉભેલી કારો પણ ગરમીથી પીગળી ગઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. અનેક ચર્ચો, ઘરો અને જાહેર ઇમારતો આગમાં ખાખ થઈ ગઈ છે.

ઇન્દુરા ગેસ પ્લાન્ટ પર મોટો ખતરો

સરકારની સૌથી મોટી ચિંતા જંગલની નજીક આવેલા ઇન્દુરા ગેસ પ્લાન્ટને લઈને છે. જો આગ ત્યાં સુધી પહોંચશે તો ગેસ લીકેજ અથવા ભીષણ વિસ્ફોટ થવાની પૂરી શક્યતા છે. ફાયર ફાઈટરો દિવસ-રાત પ્લાન્ટને બચાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

રાષ્ટ્રપતિ બોરિકે સેના ઉતારી, હોસ્પિટલો એલર્ટ

Massive Wildfires Ravage Chile

ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકે આ આપત્તિને ધ્યાનમાં રાખીને સેના અને વહીવટી તંત્રને તાત્કાલિક કામગીરી માટે તૈનાત કર્યા છે. હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે. તંત્રએ લોકોને ધુમાડાથી દૂર રહેવાની સલાહ આપી છે, ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વાસની બીમારી ધરાવતા લોકોને ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

સ્થિતિ હજુ પણ ગંભીર

ફાયર બ્રિગેડ અને રેસ્ક્યૂ ટીમો આગ કાબૂમાં લેવા માટે સતત પ્રયત્ન કરી રહી છે, પરંતુ હવામાન અનુકૂળ ન હોવાથી પરિસ્થિતિ હજુ પણ ગંભીર હોવાનું તંત્ર જણાવી રહ્યું છે.

આ પણ વાંચો :US Greenland Issue: ટ્રમ્પે પોતાના પગ પર કુહાડી મારી? ગ્રીનલેન્ડ મુદ્દે યુરોપની એકતા જોઈ અમેરિકાના હોશ ઉડ્યાં!