હિંમતનગર માર્કેટીંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક

1
56
હિંમતનગર માર્કેટીંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક
હિંમતનગર માર્કેટીંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક

હિંમતનગર માર્કેટીંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક

ખેડૂતો પાક વેચવા માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા

સારા ભાવ મળતા ખેડૂતો ખુશ

હિંમતનગર માર્કેટીંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક થઈ છે. ચાલુ વર્ષે આમ તો શરૂઆતમાં મગફળીના અધધ ભાવ મળી રહ્યા છે આમ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે સરકાર ના ટેકાના ભાવ કરતા હિંમતનગર માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવ કરતા પણ ઊંચા ભાવ મળી રહ્યા છે.હિંમતનગર માર્કેટીંગ યાર્ડમાં ૧૨૦૦ થી લઈ ૧૭૦૦ રૂપિયા સુધીના ભાવથી ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરી છે સૌથી ઉંચાભાવ ૧૯૨૫ રૂપિયા અહિ મળ્યો છે..  પરંતુ સરકારે નક્કી કરેલા ટેકાના ભાવો કરતા જાહેર હરાજીમાં ઊંચા ભાવો મળતા મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી વેચાણ માટે આવી રહ્યા છે. માર્કેટીંગ યાર્ડમાં પ્રતિદિન ૨૫ હજાર થી ૩૦ હજાર બોરીની આવક નોંધાઇ રહી છે.રોજે રોજ અંદાજીત ૫૦૦ થી ૭૦૦ વાહનો યાર્ડમાં મગફળી વેચવા આવી રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાં સહિત આજુબાજુના જિલ્લાના ખેડૂતો પણ હિંમતનગર માર્કેટમાં મગફળી વેચાણ માટે આવી રહ્યાં છે ત્યારે હિંમતનગર માર્કેટયાર્ડમાં ૫૦ થી વધુ વેપારીઓ દ્વારા ખેડૂતો પાસેથી મગફળીના પાકની ખરીદી કરાઈ રહી છે.એક તરફ ખેડૂતોએ કુદરત સાથે બાથ ભીડવી મહા મુસીબતે મગફળીનો પાક ઉત્પાદન કર્યું છે  પરંતુ સરકારના ટેકા ના ભાવ કરતા પણ વધુ ભાવ મળતા ખેડુતોના આવનાર તહેવાર સુધરી ગયા હોય એમ લાગે છે અને પેમેન્ટ પણ જલ્દી મળી જતા ટેકા ની રાહ જોયા વગર સીધા જ ઓપન માર્કેટ યાર્ડ માં મગફળી વેચી રહ્યા છે..

   વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

1 COMMENT

Comments are closed.