Massive Fire:પુણે–થી બહારના વિસ્તાર ના હાઇવે પર નવલે બ્રિજ પાસે શુક્રવારે સવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર દોડી આવી અને ભારે આગ પર નિયંત્રણ મેળવ્યું. ગંભીર રીતે ઘાયલ તમામ લોકોને નિકટની હોસ્પિટલો ખાતે ખસેડવામાં આવ્યા છે.

Massive Fire:નવલે બ્રિજ પર ભયાનક અકસ્માત: ટ્રક-કારને આગ, અનેકના મોત
Massive Fire:પ્રાપ્ત વિગતો મુજબ, પુણે તરફ આવી રહેલા બે ટ્રકની વચ્ચે એક કાર ફસાઈ જતાં અકસ્માત થયો હતો. અથડામણ બાદ ટ્રક અને કાર બંનેમાં આગ ભભૂકી ઊઠી. કારમાં બેઠેલા 4 થી 5 લોકો જીવતા જ બળી ગયા હતા. પાછળથી આવતી બીજી પેસેન્જર ગાડી, જેમાં 17–18 લોકો સવાર હતા, તે પણ આગની ઝપેટમાં આવી હતી.

અકસ્માત પછી નવલે બ્રિજ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રકની બ્રેક ફેલ થવાથી પાછળનો ટ્રક આગળની ટ્રક સાથે જોરદાર અથડાયો હોવાનું પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે. પાછળના ટ્રકનો ડ્રાઈવર વાહનની અંદર જ ફસાઈ ગયો હતો અને આગને કારણે તેનું પણ મોત નિપજ્યું હતું.

Massive Fire:રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અકસ્માત અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે મૃત્યુ પામેલા તમામ પરિવારજનોને ₹5 લાખની સહાયની જાહેરાત કરી છે. સાંસદ સુપ્રિયા સુલેએ પણ ઘટનાને દુઃખદ ગણાવી ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના વ્યક્ત કરી હતી.
પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે અને ટ્રાફિક વ્યવસ્થા સામાન્ય બનાવવા માટે પ્રયાસો ચાલુ છે.
વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :




