લીંબુના અનેક ફાયદા, જાણવું ખૂબ જ જરૂરી…

0
217

ઉનાળાના ઋતુમાં લીંબુ તે દરેક ઘરનો એક ભાગ બની છે. લીંબુ અનેક દ્રષ્ટીએ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. જેમ કે, લીંબુ પાણી પાચનમાં, વજનને સંતુલિત કરવામાં અને ઘણા પ્રકારના કેન્‍સરને રોકવામાં મદદરૂપ છે. લીંબુ પાણીમાં આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્‍ફરસ, કેલ્‍શિયમ, પોટેશિયમ અને ઝિંક જેવા અનેક પ્રકારના ખનીજ તત્વો મળી આવે છે. લીંબુ પાણીમાં વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે ખૂબ જ જરૂરી છે. કારણ કે, વિટામિન સીમાં રોગોથી બચવાની ક્ષમતા વધુ હોય છે. લીંબુ પાણીમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્‍સ, વિટામિન્‍સ અને મિનરલ્‍સ પુષ્‍કળ પ્રમાણમાં મળી આવે છે. જે સૂર્યની ગરમી અને સનસ્‍ટ્રોકથી બચાવે છે. આ ઉપરાંત, તે પીવાથી મોઢામાંથી દુર્ગંધ આવતી નથી. ઉનાળાની ઋતુમાં લીંબુ પાણી પીવાથી રોગપ્રતિકારક શક્‍તિ મજબૂત રહે છે. રોજ સવારે ખાલી પેટે એક ગ્‍લાસ લીંબુ પાણીનું સેવન કરો, જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. બ્‍લડ પ્રેશરના દર્દીઓ માટે લીંબુ પાણી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લીંબુમાં હાજર વિટામિન-સી બ્‍લડ પ્રેશરને સંતુલિત રાખવાનું કામ કરે છે. સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાથી સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે.  લીંબુ પાણીમાં કાળું મીઠું ભેળવીને પીવાથી તમારી પાચન સંબંધી સમસ્‍યાઓ દૂર થઈ શકે છે. તે પેટના ગેસથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. ઉનાળામાં રોજ લીંબુ પાણીનું સેવન ત્‍વચા માટે સારું માનવામાં આવે છે.  લીંબુ પાણીમાં એન્‍ટી-ઓક્‍સીડેન્‍ટ ગુણ જોવા મળે છે, જે ત્‍વચાને ચમકદાર રાખે છે. જેના કારણે ત્‍વચાના ડાઘ દૂર થાય છે.

વધુ સમાચાર જોવા માટે અહીં ક્લિક કરો