The Archies : બૉલીવુડમાં હવે નવા સ્ટારકીડ એંટ્રી મારી રહ્યા છે, બૉલિવૂડ પર હમેંશાથી નેપોટીઝમનો આરોપ લાગ્યો છે ત્યારે હવે ફરિવાર બૉલીવુડમાં એક-બે નહીં પરંતુ ત્રણ-ત્રણ સ્ટારકીડે એંટ્રી મારી છે , નેટફ્લિક્સ પર આજે ધ આર્ચીઝ (The Archies) રિલીઝ થઈ છે, જેમા બૉલીવુડ કિંગ ખાન ફેમ શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન, બોની કપૂર અને શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર અને બિગ બી અમિતાભ બચ્ચનની દોહિત્ર અગસ્ત્ય નંદાએ પોતાના કેરિયરની શરૂઆત કરી છે, શું છે ફિલ્મની કહાની ? અને પ્રથમ દિવસે ફિલ્મ ક્રિટીક્સના શું આવ્યા છે અભિપ્રાય ? જુઓ અમારો ખાસ અહેવાલ –
શું છે ફિલ્મની કહાની ?
The Archies Review : આર્ચીજ એક પીરિયડ ફિલ્મ છે, જેની વાર્તા 1960ના સમયની છે કાલ્પનિક શહેર રિવરડેલનો ઇતિહાસ જણાવે છે. ઉત્તર ભારતમાં એન્ગ્લો ઇન્ડિયન્સની સંખ્યા વધુ છે. અહી આર્ચિજ (The Archies) સાત દોસ્તો સાથે રહેવા આવે છે અને આ સ્થાન પર ભવિષ્યનુ સ્વપનુ જોવે છે, જેમા વેરોનિકા લંડનથી પાછા ફર્યા છે અને આર્ચીજ લંદન જવાની યોજના બનાવી રહી છે. બેટી અને વેરોનિક બેસ્ટ ફ્રેન્ડ છે. બંને આ અર્ચિજને (The Archies) પસંદ કરે છે .
આ શહેરમાં સ્થિત ગ્રીન પાર્ક માત્ર શહેરનું દિલ જ નહીં પરંતુ ઇતિહાસ પણ છે અને હવે શહેરના અસ્તિત્વ પર ખતરો મંડરાવા લાગે છે. કારણ કે વેરોનિકાના પિતા વ્યવસાયી છે અને તે અહીં હોટેલ તૈયાર કરવા માંગે છે , અને આ વાત તેના સાત દોસ્તોને પસંદ નથી આવતી અને તે લોકો આ શહેરને બચાવવા મુહિમ યોજે છે,
ફિલ્મ વિશે શું કહે છે ફિલ્મ ક્રિટીક્સ ?
આયેશા દેવીત્રે ધિલ્લોન, રીમા કાગતી અને ઝોયા અખ્તર દ્વારા બનાવાયેલી ફિલ્મ (The Archies) ની વાર્તા એકદમ સરળ છે જેથી લોકોને પસંદ આવી શકે છે, ફિલ્મ છેલ્લી સદીના છઠ્ઠા દાયકાની છે અને બેસ્ટ સેલર કોમિક્સ બુલ પર આધારિત છે, જેથી જે લોકો આ સમયમાં યંગસ્ટર હશે. તે લોકોને પોતાનો ભૂતકાળ યાદ અપાવશે, 1960ના દાયકામાં ન તો મોબાઈલ ફોન હતા કે ન તો ઈન્ટરનેટ – આવી સ્થિતિમાં, મિત્રો સાથે પિકનિક પર જવાનું, કાફેમાં ચેટિંગ અને પાર્કમાં સમય વિતાવવો જેવી અનેક વસ્તુઓ જૂની યાદોને તાજી કરાવશે, ઝોયાએ ફિલ્મમાં પર્યાવરણ અને સંસ્કૃતિ પર ખૂબ જ ઝીણવટથી કામ કર્યું છે. ફિલ્મમાં અંગ્રેજીમાં ઘણા સંવાદો છે. ફિલ્મને ક્રિટીકસે 5માંથી ૩ સ્ટાર આપ્યા છે