શિલ્પા શેટ્ટી એ પોતાના ઘરે દોઢ દિવસના ગણપતિ રાખ્યા હતા અને સાથે આ પછી બુધવારે ધામધૂમથી તેમને વિદાય પણ કર્યા. વિસર્જનના આ અવસરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

તેમાં શિલ્પા બહેન શમિતા અને મિત્રો સાથે ડાન્સ કરી રહી છે. તે દીકરા સાથે પણ તાલ મિલાવતી જોવા મળી રહી છે. શિલ્પાના આ ગણપતિ વિસર્જનના વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. વિસર્જન દરમીયાન રાજ પોતાના મોઢાને માસ્કથી ઢાંકીને રાખે છે..
વિસર્જનમાં શિલ્પા શેટ્ટી ઉત્સાહિત
શિલ્પા શેટ્ટીએ જેમ બાપાની ધામધૂમથી આગતા સ્વાગતા કરી હતી તેજ પ્રકારે શિલ્પાએ બાપાની વાજતે ગાજતે ઢોલ નગારાના તાલ સાથે બાપ્પાને વિદાઈ આપી હતી.. ઉપરના વિડીયોમાં જોઈ શકાય છે , કે તેઓ ખુબજ ઉત્સાહિત છે..
શિલ્પા શેટ્ટીના ઘરે દોઢ દિવસ માટે ગણપતિ લાવ્યા હતા…
આપને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીએ ફક્ત દોઢ દિવસ માટે જ ઘરે ગણપતિ લાવ્યા હતા.. અને ધામધૂમથી સૌએ બાપાનું આગમન કર્યું હતું…
‘સુખી’માં જોવા મળશે શિલ્પા શેટ્ટી

શિલ્પા સોનલ જોશીના ડાયરેકશનમાં બનેલી સુખી ફિલ્મમાં આવનારા દિવસોમાં જોવા મળશે . સુખી 22 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થનાર છે. આ સ્ટોરી 38 વર્ષની એક પંજાબી ગૃહિણી સુખપ્રીત સાથે જોડાયેલી છે.. ત્યારે વિસર્જન સમયે શિલ્પા શેટ્ટીએ ડીઝાઇનર બ્લાઉસ પહેર્યો છે અને તેમાં તે પોતાની મુવી પણ પ્રમોટ કરી રહી છે.. તેના બ્લાઉસની પાછળ સુખી લખેલ છે.
રાજ કુંદ્રા પણ જયારે હમેશા પોતાને માસ્કમાં ઢાંકી રાખે છે ત્યારે ગણેશ વિસર્જનમાં રાજ કુંદ્રા એક ડિજીટલ માસ્કમાં નજરે પડે છે જેમાં પણ સુખી લખેલ છે..