બલ્લુ બલરામ 30 વર્ષ પછી ફરી દેખાશે સિનેમાના પરદે

1
82
બલ્લુ બલરામ 30 વર્ષ પછી ફરી દેખાશે સિનેમાના પરદે
બલ્લુ બલરામ 30 વર્ષ પછી ફરી દેખાશે સિનેમાના પરદે

વર્ષ 1993માં આવેલી બોલિવૂડ હિન્દી ફિલ્મ ખલનાયક સુપર ડુપર હીટ રહી હતી . બલ્લુ બલરામ ફરી સિનેમા પરદે દર્શકોને આકર્ષિત કરશે . ફિલ્મના નિર્માતા સુભાષ ઘાઈની બ્લોકબસ્ટર ફિલ્મ હતી. ‘ખલનાયક’ ફિલ્મને 6 ઓગસ્ટના રોજ 30 વર્ષ પૂર્ણ થયા છે. ૯૦ના દર્શકમાં માધુરી દીક્ષિત, સંજય દત્ત અને જેકી શ્રોફ અભિનીત  ફિલ્મ ખલનાયક હિન્દી ફિલ્મના દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. બલ્લુ બલરામ તરીકે સંજય દત્ત આ ફિલ્મમાં ધમાકેદાર અભિનય સાથે જોવા મળ્યો હતો. ફિલ્મમાં તમામ કલાકારોની અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ભારતીય સિનેમામાં આ ફિલ્મના 30 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવા માટે ફરી નિર્માતા સુભાષ ધાઈ રિલીજ કરશે . મુક્તા આર્ટસના બેનરની બ્લોકબસ્ટર ફિલ્મને 5મી સપ્ટેમ્બરના રોજ ફરીથી થીયેટરોમાં રીલિઝ કરવાની જાહેરાત કરાઈ છે .બલ્લુ બલરામ ફરી ફિલ્મના પરદે લાવવાની જાહેરાત સુભાષ ધાઈએ કરી છે .

સુભાષ ધાઈએ આ વાત કરતાં કહ્યું કે મને અત્યંત ખુશી છે . ફરી સિનેમા થીયેટરમાં હું રિલીજ કરીશ . આ સાથે તેમને કહ્યું કે તેઓ ‘ખલનાયક’ની સિક્વલ લાવવાની પણ યોજના બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે લોકોને હંમેશા જૂની ફિલ્મોની સફળ વાર્તાઓ પસંદ આવી  છે. બલ્લુ બલરામ જેવું પાત્ર ત્યારે પણ ચાહકોને પસંદ હતું અને આજે પણ ઘણું પસંદ છે .  આને કરને ફરી મને આ ફિલ્મની સિકવલ બનાવવાનો વિચાર આવ્યો . અને હું આ ફિલ્મના કામ પર કામ કરી રહ્યો છે.

આ ફિલ્મની સીક્વલમાં અનેક નવી પેઢીના અભિનેતાઓ જોવા મળશે . સુપરહિટ ફિલ્મ ‘ખલનાયકની રીમેકની  ઘોષણા થઇ છે . વર્ષ ૧૯૯૩ની આ ક્લાસિક ફિલ્મમાં જેકી શ્રોફ, માધુરી દિક્ષિત અને સંજય દત્તે કામ કર્યું હતું. આપને જણાવી દઈએ કે આ ફિલ્મની રીલિઝની આસપાસ જ સંજય દત્તની મુંબઈ પોલીસે  બોમ્બ બ્લાસ્ટ કેસમાં હથિયારો રાખવાના આરોપમાં ધકપકડ કરી હતી.

સુભાષ ધાઈ કહે છેકે આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઇ ગઇ છે. ફિલ્મના  ‘ખલનાયક’ના પાત્ર માટે આ વખતે ટાઇગર શ્રોફ જોવા મળશે. અને ખલનાયક-2  ફિલ્મ એકશન દ્રશ્યોથી ભરપૂર હશે. વર્ષ ૧૯૯૩માં આવેલી ખલનાયક ફિલ્મમાં  જેકી શ્રોફે કામ કર્યુ છે અને તેની સીક્વલમાં તેમનો પુત્ર અને અભિનેતા ટાઇગર શ્રોફ  ખલનાયકના પત્ર તરીકે કામ કરવાનો છેતેવી માહિતી મળી રહી છે . આ ફિલ્મના અન્ય કયા કલાકારો કામ કરી રહ્યા છે તે વિષે કોઇ માહિતી બહાર આવી નથી.

1 COMMENT

Comments are closed.