અક્ષય હાલમાં ઉત્તરાખંડના પ્રવાસે છે અક્ષય પોતાની આગામી ફિલ્મના શૂટિંગ માટે દેહરાદૂન પહોંચ્યા હતા અને મંગળવારે હેલિપેડથી કેદારનાથ પહોંચ્યા હતા. તેણે અહીં બાબાની મુલાકાત લીધી અને પછી તેણે રૂડકીમાં શૂટિંગ કરવાનો છે. મંગળવારે કેદારનાથ ધામ પહોંચ્યા બાદ અક્ષય કુમારે પૂજા કરી બાબાના દર્શન કર્યા હતા. જણાવી દઈએ કેકેદારનાથ ધામના દરવાજા 25 એપ્રિલે દર્શન માટે ખોલવામાં આવ્યા છે જ્યાં આજરોજ એટલે કે ૨૩/૫/૨૦૨૩ ના રોજ અક્ષય કુમારને જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. આ સાથે જ હાલ કેદારનાથની અંદરથી અક્ષયનો વીડિયો પણ સામે આવ્યો છે.વધુ માહિતી માટે જોતા રહો વીઆર લાઈવ સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો