Manoj Kumarના નિધન પર પ્રધાનમંત્રી મોદી: તેમના કાર્યોએ રાષ્ટ્રીય ગૌરવની ભાવના જાગૃત કરી, તેઓ પેઢીઓને પ્રેરણા આપતા રહેશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દી સિનેમાના પીઢ અભિનેતા મનોજ કુમાર (87) ના નિધન પર શોક વ્યક્ત કર્યો. પીએમ મોદીએ કહ્યું કે દેશ હંમેશા તેમને તેમની દેશભક્તિ માટે યાદ રાખશે.પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મનોજ કુમારની તસવીર શેર કરી અને લખ્યું, “મહાન અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમારના નિધનથી ખૂબ દુઃખ થયું. તેઓ ભારતીય સિનેમાના પ્રતિક હતા, ખાસ કરીને તેમના દેશભક્તિ અને તેમના જુસ્સા માટે યાદ કરવામાં આવતા હતા, જે તેમની ફિલ્મોમાં પણ પ્રતિબિંબિત થતું હતું. મનોજજીના કાર્યોએ રાષ્ટ્રીય ગૌરવની ભાવના જાગૃત કરી અને તેઓ પેઢીઓને પ્રેરણા આપતા રહેશે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઓમ શાંતિ.”
Manoj Kumarના નિધન પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
મહાન અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમારના નિધનથી ખૂબ દુઃખ થયું :પીએમ
મનોજજીના કાર્યોએ રાષ્ટ્રીય ગૌરવની ભાવના જાગૃત કરી:પીએમ
તેઓ પેઢીઓને પ્રેરણા આપતા રહેશે:પીએમ


બાળકોમાં થતા કૃમિ | Family Doctor 1604 | VR LIVE