મધ્યપ્રદેશમાં ‘મામા ટેન્શનમાં’ : નવા સર્વે એ ભાજપના ગણિત બગાડ્યા, એમપીમાં કમલનાથ નડશે

0
78
શિવરાજ સિંહ ચૌહાણ
શિવરાજ સિંહ ચૌહાણ

મધ્યપ્રદેશમાં 17મી નવેમ્બરે મતદાન થાય તે પહેલાં  એક ટીવી ચેનલનો સર્વે બહાર આવ્યો છે. આ સર્વેના ડેટા વિપક્ષી પાર્ટી કોંગ્રેસ માટે સકારાત્મક સંકેતો લઈને આવ્યા છે. જો કે સર્વે ના આંકડા ચોક્કસપણે ભાજપ માટે ટેન્શન વધારનાર છે. સર્વે માં મુખ્ય ચૂંટણી મુદ્દો પણ મોંઘવારી છે. ચાલો જાણીએ સર્વેના મહત્વના મુદ્દા.હવે સવાલ મોટો એ છે કે, મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડશે? શું આગામી ચૂંટણીમાં સત્તાધારી પક્ષ પાછળ રહેશે? ચૂંટણી સર્વેના ચોંકાવનારા પરિણામોથી આ સવાલો ઉભા થયા છે. અમે વાત કરી રહ્યા છીએ હાલ માં જ આવેલા સર્વે ની, જેમાં કોંગ્રેસ આગળ રહેવાનો અંદાજ છે. આ તાજેતરના સર્વેમાં ભાજપને કારમી હાર થતી જોવા મળી રહી છે. કોંગ્રેસ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બની શકે છે. ચૂંટણી કાર્યક્રમ અનુસાર રાજ્યમાં 17 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન છે. આ પહેલાં જ બહાર આવેલા આ લેટેસ્ટ સર્વેએ સત્તાધારી ભાજપનું ટેન્શન ચોક્કસપણે વધારી દીધું છે.

એમપીમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનશે’
મધ્યપ્રદેશ વિધાનસભામાં કુલ 230 સીટો છે. આવતા મહિનાની 17મી તારીખે મતદાન પહેલા જ સર્વે બહાર આવ્યો છે. આ સર્વેમાં કોંગ્રેસને બમ્પર સીટો મળતી જોવા મળી રહી છે. કોંગ્રેસને 132થી 146 બેઠકો મળી શકે છે. ભાજપને 84થી 98 બેઠકો મળતી જણાય છે. અન્યોને પણ 5 બેઠકો મળવાની ધારણા છે.

મતદાનની ટકાવારીમાં કોંગ્રેસને 46% જ્યારે ભાજપને 43% વોટ મળશે’
એમપી ચૂંટણીને લગતા આ સર્વેમાં મતદાનની ટકાવારી પણ કોંગ્રેસની તરફેણમાં જોવા મળી રહી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને 46 ટકા મત મળશે તો સત્તાધારી ભાજપ 43 ટકા મત ટકાવારી સાથે બીજા સ્થાને છે. અપક્ષો અને અન્યોને 11 ટકા મત મળતાં જણાય છે.

મોંઘવારી એ ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો છે – સર્વે
મધ્યપ્રદેશ વિધાનસભામાં આ વખતે મોંઘવારી સૌથી મોટો મુદ્દો બની શકે છે. આ ના લેટેસ્ટ સર્વેમાં આ ખુલાસો થયો છે. સર્વે અનુસાર 25 ટકા લોકો માને છે કે આ ચૂંટણીમાં મોંઘવારી સૌથી મોટો મુદ્દો છે. બીજા નંબરે બેરોજગારી છે, 24 ટકા લોકોએ તેને મુખ્ય મુદ્દો ગણાવ્યો છે. 12 ટકા લોકોએ ભ્રષ્ટાચાર, 9 ટકાએ ગટર અને 7 ટકા લોકોએ પીવાના પાણીની મોટી સમસ્યા હોવાનું જણાવ્યું છે. 6 ટકા લોકો દ્વારા માર્ગ અને આરોગ્ય સેવાઓ, 4 ટકા લોકો દ્વારા શિક્ષણ, 3 ટકા લોકો દ્વારા વીજળી અને 2 ટકા લોકો દ્વારા કાયદો અને વ્યવસ્થાને મોટી સમસ્યા ગણવામાં આવી છે.

17મીએ મતદાન શરૂ થશે અને 3જીએ અંતિમ પરિણામ આવશે.
હાલમાં આ આંકડા મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં કરવામાં આવેલા સર્વેમાંથી સામે આવ્યા છે. જેમ જેમ ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. એક તરફ પક્ષો સતત ઉમેદવારોની યાદી બહાર પાડી રહ્યા છે. ચૂંટણી પ્રચાર પણ વેગ પકડી રહ્યો છે. એમપીમાં મુખ્ય મુકાબલો સત્તાધારી ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસ વચ્ચે છે. બંને પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પોતાના તરફથી ચૂંટણી વચનો આપી રહ્યા છે. દરેક લોકો 17મી નવેમ્બરની રાહ જોઈ રહ્યા છે જ્યારે એમપીમાં મતદાન થશે. પરિણામ 3જી ડિસેમ્બરે આવશે.