Maldives : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત પર ઝેર ઓકનાર માલદીવના ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મોહમ્મદ મુઈઝુની સરકારના આ ત્રણ મંત્રીઓ પોતાના જ દેશમાં વિપક્ષના નિશાના પર હતા. જે મંત્રીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં મરિયમ શિઉના, માલશા અને હસન જીહાનનો સમાવેશ થાય છે. ત્રણેયે પીએમ મોદી અને ભારતીયો વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. માલદીવની સરકારે આ ત્રણેય મંત્રીઓને અંગત ગણાવીને તેમના નિવેદનોથી દૂરી બનાવી લીધી હતી. આ મંત્રીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ દ્વારા લેવામાં આવ્યો છે.

Maldives : માલદીવના મંત્રીઓના નિવેદન પર હોબાળો
Maldives : માલદીવના આ મંત્રીઓના નિવેદન પર ભારતમાં તીખી પ્રતિક્રિયા જોવા મળી હતી. સેલિબ્રિટીથી લઈને સામાન્ય લોકો સુધી માલદીવની આકરી ટીકા થઈ હતી. ભારતમાં, #BoycottMaldives સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ઘણા લોકોએ માલદીવની તેમની યાત્રા મોકૂફ રાખવાનો દાવો કર્યો છે. માલદીવ સંપૂર્ણ રીતે પ્રવાસન પર નિર્ભર છે. આમાં સૌથી વધુ સંખ્યા ભારતીયોની છે. માલદીવમાં પણ વિપક્ષે સરકારના મંત્રીઓના નિવેદનોની આકરી ટીકા કરી છે. પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ, પૂર્વ વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદ સહિત ઘણા નેતાઓએ આ મંત્રીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

Maldives : શું કહ્યું માલદીવ સરકારે?
મંત્રીઓના નિવેદનને કારણે મામલો એટલો વધી ગયો કે માલદીવ સરકારે સ્પષ્ટતા આપવી પડી. માલદીવ સરકારે કહ્યું, “માલદીવની સરકાર વિદેશી નેતાઓ અને ટોચની વ્યક્તિઓ વિરુદ્ધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવેલી બદનક્ષીભરી ટિપ્પણીઓથી વાકેફ છે. આ મંતવ્યો તેમના વ્યક્તિગત છે અને માલદીવ સરકાર તેમના મંતવ્યોનું પ્રતિનિધિત્વ કરતુ નથી.
તમને જણાવી દઈએ કે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ચીન તરફ વધુ ઝુકાવ ધરાવે છે, તે આગામી ટૂંક સમયમાં જ ચીનના 5 દિવસના પ્રવાસે જનાર છે.
તમે આ પણ વાંચી શકો છો
Maldives : પ્રધાનમંત્રી મોદીનું અપમાન કરનાર મંત્રી સાથે ન ઉભી રહી માલદીવ સરકાર , માંગી માફી