Maldives : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની યાત્રા બાદ માલદીવને મરચા લાગી ગયા છે. પીએમ મોદીએ દેશના લોકોને લક્ષદ્વીપની મુલાકાત લેવા માટે અપીલ કરી હતી અને એ પછી માલદીવની સરકારમાં સામેલ નેતાઓએ ભારતના લોકો અને પીએમ મોદી પર બેફામ ટિપ્પણીઓ કરવા માંડી હતી. માલદીવના મંત્રી દ્વારા વડાપ્રધાન મોદી પર અભદ્ર ટીપ્પણી કરવામાં આવી હતી, જેનો ભારતે સખત વિરોધ કર્યો હતો. વિવાદ વધતા આખરે આજે માલદીવ સરકારે અધિકારીક રીતે પોતાનું મંતવ્ય રજુ કર્યું હતું,

Maldives : વડાપ્રધાન મોદી એક સપ્તાહ અગાઉ ભારતના કેન્દ્ર સાશિત પ્રદેશ લક્ષદીપના પ્રવાસે ગયા હતા, ત્યાં તેમણે કેટલીક વિકાસશીલ યોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો, આ દરમ્યાન વડાપ્રધાને માલદીવમાં બીચ પર ફોટોશૂટ પણ કરાવ્યું હતું. અને એ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોકોને લક્ષદીપનો પ્રવાસ કરવા આગ્રહ કર્યો હતો, સમગ્ર ઘટનાક્રમ પર માલદીવના યુવા સશક્તિકરણ તેમજ સૂચના અને પ્રસારણ મંત્રી મરિયમ શિઉનાએ વડાપ્રધાન મોદી પર અભદ્ર ટીપ્પણી કરી હતી,મરિયમે પીએમ મોદી માટે જોકર અને ઈઝરાયેલની કઠપૂતળી જેવા શબ્દનો ઉપયોગ કર્યો હતો.

Maldives : મંત્રીના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર બાયકોટ માલદીવ ટ્રેન્ડ થયું
Maldives : મંત્રીના આ નિવેદન પર ભારતે સખત વિરોધ નોંધાવ્યો હતો, મંત્રીના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર બાયકોટ માલદીવ ટ્રેન્ડ થયું હતું, જે બાદ માલદીવ સરકાર ભીંસમાં આવી ગઈ હતી. પૂર્વ રાષ્ટ્રપતિ નશીદે મંત્રીના નિવેદન પર મંતવ્ય આપતા કહ્યું હતું કે માલદીવ સરકારની જ એક મંત્રી કેટલી ભયાનક ભાષાનો પ્રયોગ કરી રહી છે ….અને તે પણ એવા સહયોગી દેશના નેતા માટે જેની સાથેનો સબંધ માલદીવની સુરક્ષા અને સમૃધ્ધિ માટે બહુ જરુરી છે. હાલના રાષ્ટ્રપતિ મુઈજ્જુની સરકારે આ પ્રકારની ટિપ્પણીઓ પર કોઈ નિવેદન આપીને ભારતને આશ્વાસન આપવુ જોઈએ કે, અમારી સરકારની નીતિને મંત્રીની ટિપ્પણીઓ સાથે કોઈ લેવા દેવા નથી.

Maldives : સમગ્ર વિવાદ બાદ આજે માલદીવ સરકારે અધિકારીક નિવેદન રજુ કરી જણાવ્યું હતું કે આ તેમનો અંગત અભિપ્રાય છે. મંત્રીની ટિપ્પણીઓ માલદીવ સરકારના મંતવ્યોનું પ્રતિનિધિત્વ કરતી નથી. નોંધનીય બાબત છે કે પૂર્વ રાષ્ટ્રપતિ મહોમ્મદ નશીદ ભારત તરફના ઝુકાવ માટે જાણીતા છે. જ્યારે તેમને ચૂંટણીમાં હરાવીને રાષ્ટ્રપતિ બનેલા મહોમ્મદ મોઈજ્જુ ચીન તરફી નેતા તરીકે જાણીતા છે અને તેમણે સરકારમાં આવતાની સાથે જ ભારત વિરોધી વલણ અપનાવવાનુ શરુ કરી દીધુ હતું.
તમે આ પણ વાંચી શકો છો
AI based Survillance : દિલ્હી, મુંબઈ, બેંગલુરુને પછાડી ગુજરાતનું અમદાવાદ બન્યું સૌથી હાઇટેક શહેર