Makarsankranti : આજે સંપૂર્ણ વર્ષનો સૌથી પવિત્ર દિવસ છે. આજે જે પણ દાન કરવામાં આવે તેનું સીધું પુણ્ય મળતું હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે આ ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાતિના દિવસે શું કરશો તો પુણ્ય કમાશો.
Makarsankranti : મકરસંક્રાંતિનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું, સૂર્યની જળ અર્પણ કરવું, ખીચડી ખાવી, તલ અને ગોળ ખાવા જેવી પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. આ પરંપરાઓની સાથે મકરસંક્રાંતિ પર કેટલીક વસ્તુઓનું દાન કરવાથી દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.

Makarsankranti : જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો
મકરસંક્રાંતિ પર ગંગા સ્નાન, પૂજા-પાઠ અને અન્ય પુણ્યોનું ફળ ત્યારે જ મળે છે જ્યારે તમે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો. દાન કર્યા વિના મકરસંક્રાંતિ અધૂરી રહે છે.
Makarsankranti : ઉત્તરાયણ એટલે શું ?

ગ્રહોના રાજા સૂર્ય આ દિવસે મકર રાશિમાં પ્રવેશ કરે છે આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ હોય છે તેથી આ દિવસને મકરસંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે
Makarsankranti : તલ અને ગોળનું દાન
મકરસંક્રાંતિના દિવસે તલ અને ગોળ ખાવા જેટલા જરૂરી છે એટલું જ જરૂરી છે તેનું દાન કરવું. કાળા તલનો સંબંધ શનિ સાથે છે અને ગોળનો સંબંધ સૂર્ય સાથે છે. સૂર્ય પોતાના પુત્ર શનિની રાશિમાં પ્રવેશ કરે છે તેથી આ દિવસે તલ અને ગોળ બંનેનું દાન કરવું જોઈએ જેથી સૂર્ય અને શનિ બંનેની કૃપા પ્રાપ્ત થાય.
Makarsankranti : અડદની ખીચડીનું દાન

આ જ રીતે મકરસંક્રાંતિના દિવસે ખીચડીનું દાન કરવાનું પણ મહત્વ છે. ખાસ કરીને કાળા અડદની દાળની ખીચડી જે ઘી, હળદર અને લીલા શાકભાજી સાથે બની હોય. ખીચડીનું દાન કરવાથી સૂર્ય, ગુરુ, શનિ બુધ ગ્રહનું શુભ ફળ મળે છે.
Makarsankranti : શનિ સંબંધિત દાન
મકરસંક્રાંતિના દિવસે ગરમ કપડાનું દાન કરવું પણ શુભ ગણાય છે. આ દિવસે કાળા અડદ, જુતા ચપ્પલ, ધન વગેરેનું દાન કરવું પણ લાભ કરે છે.
તમે આ પણ વાંચી શકો છો
હોન્ડા 2030 સુધીમાં ભારતમાં લાવી રહી છે પાંચ SUV કાર