Makar Sankranti 2024: એકમાત્ર હિંદુ તહેવાર એવો છે જે પંચાગ પ્રમાણે નહિ પણ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આવે છે. એ છે ઉત્તરાયણ, ખાસ કરીને ઉત્તરાયણ 14 જાન્યુઆરીના દિવસે જ આવતી હોય છે પરંતુ આ વર્ષે ઉત્તરાયણનો યોગ 15 જાન્યુઆરીના દિવસે બની રહ્યો છે. ઉત્તરાયણને મકરસંક્રાંતિ કહેવાય છે, સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે એને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે, અને આ વર્ષે સૂર્યનો મકરરાશિમાં પ્રવેશ 15 જાન્યુઆરીના દિવસે થશે.

Makar Sankranti 2024: હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિના તહેવારનું વિશેષ મહત્વ છે. વર્ષ બદલે પછી મકરસંક્રાંતિ પહેલો તહેવાર આવે છે. આ દિવસે ગ્રહોના રાજા કહેવાતા સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકરસંક્રાંતિથી દિવસ લાંબા થાય છે. મકરસંક્રાંતિનો પર્વ સૂર્યદેવને સમર્પિત છે તેથી આ દિવસે સૂર્યદેવનું પૂજન કરવાનું અને વ્રત કરવાનું વિધાન છે.

Makar Sankranti 2024: વર્ષ 2024માં હિન્દુ પંચાંગ અનુસાર મકરસંક્રાંતિનો પર્વ 15 જાન્યુઆરી 2024 ના રોજ ઉજવાશે. મકરસંક્રાંતિના દિવસે દાન પુણ્ય કરવાનું પણ વિશેષ મહત્વ છે આ સાથે જ કેટલીક બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આજે તમને જણાવીએ મકરસંક્રાંતિના દિવસે કયા કામ કરવા અને કયા કામ કરવાનું ટાળવું જોઈએ.

Makar Sankranti 2024: મકરસંક્રાંતિ પર આ વાતોનું રાખો ધ્યાન
– મકરસંક્રાંતિના દિવસે ડુંગળી, લસણ, માંસ અને મદિરાનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
– મકરસંક્રાંતિના દિવસે સાત્વિક ભોજન બનાવીને જ ગ્રહણ કરવું.
– આ દિવસે ઘરના વડીલો અને ગરીબ લોકોનું અપમાન કરવાનું ટાળવું જોઈએ.
– મકરસંક્રાંતિના દિવસે કોઈ પણ વ્યક્તિ વિશે ખરાબ બોલવાનું ટાળો. આમ કરવાથી પરિવારની સુખ શાંતિ છીનવાઇ જાય છે.
– મકરસંક્રાંતિના દિવસે ઘરમાં ચોખા, ગોળ અને સુકામેવાવાળો મીઠો ભાત બનાવીને ખાવો જોઈએ.
મકરસંક્રાંતિના દિવસે આ સૂર્ય મંત્રનો કરો જાપ કરવો જોઈએ.
ॐ ધૃણિં સૂર્ય: આદિત્ય:
ॐ હ્રીં હ્રીં સૂર્યાય નમ:
ॐ સૂર્યાય
ॐ ધૃણિં સૂર્યાય નમ:
તમે આ પણ વાંચી શકો છો
મકરસંક્રાતિના દિવસે બની રહ્યો છે રવિ યોગ, સૂર્ય પૂજાનો મળશે સીધો લાભ