Major Terror Plot Foiled: ભારતીય સુરક્ષા એજન્સીઓને આતંકવાદ વિરોધી અભિયાનમાં એક મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દિલ્હી બોર્ડર પરથી લશ્કર-એ-તૈયબા (LeT) ના ખૂંખાર આતંકી શબ્બીર અહમદ લોનની ધરપકડ કરી છે. આ ધરપકડ સાથે જ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI દ્વારા ભારતમાં અશાંતિ ફેલાવવાનું મોટું કાવતરું ખુલ્લું પડ્યું છે.
Major Terror Plot Foiled: બાંગ્લાદેશથી ઓપરેટ થતું હતું નવું મોડ્યુલ
તપાસમાં બહાર આવ્યું છે કે, શબ્બીર અહમદ લોન બાંગ્લાદેશમાં આશરો લઈને પાકિસ્તાની ISI ના ઈશારે લશ્કરનું એક નવું મોડ્યુલ તૈયાર કરી રહ્યો હતો. તે ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવાના ખાસ મિશન પર હતો અને દિલ્હીમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતો. ગુપ્તચર માહિતીના આધારે સુરક્ષા દળોએ જાળ બિછાવીને તેને બોર્ડર પરથી દબોચી લીધો છે.
Major Terror Plot Foiled: 2007માં AK-47 સાથે પકડાયો હતો, હાફિઝ સઈદનો નજીકનો
શબ્બીર અહમદ સુરક્ષા એજન્સીઓ માટે કોઈ નવું નામ નથી:
- ભૂતકાળ: વર્ષ 2007માં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે તેને AK-47 અને ગ્રેનેડ જેવા ઘાતક હથિયારો સાથે ઝડપ્યો હતો.
- હાફિઝ સઈદ સાથે કનેક્શન: તે સમયે પણ તેના તાર લશ્કરના આકા હાફિઝ સઈદ સાથે સીધા જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું.
- જેલવાસ: આ ગુનામાં તે વર્ષ 2018 સુધી દિલ્હીની તિહાર જેલમાં સજા કાપી ચૂક્યો છે. જેલમાંથી છૂટ્યા બાદ તે ફરી સક્રિય થઈ બાંગ્લાદેશ ભાગી ગયો હતો અને ત્યાંથી ભારત વિરોધી ઓપરેશન હેન્ડલ કરવા લાગ્યો હતો.
સુરક્ષા એજન્સીઓ એલર્ટ: મોટા ખુલાસાની શક્યતા
છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હી અને દક્ષિણ ભારતમાંથી લશ્કરના અન્ય મોડ્યુલોનો પણ પર્દાફાશ થયો છે, જેમણે દિલ્હી અને કોલકાતામાં ભારત વિરોધી પોસ્ટરો લગાવ્યા હતા. હાલ એજન્સીઓ શબ્બીરની સઘન પૂછપરછ કરી રહી છે કે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં તેના અન્ય કેટલા સાથીઓ છુપાયેલા છે અને તેના આગામી ટાર્ગેટ શું હતા.
આ પણ વાંચો :સોનમ કપૂરના ઘરે ફરી ગુંજી કિલકારી: 40 વર્ષની વયે બીજા દીકરાને આપ્યો જન્મ, કપૂર પરિવારમાં દિવાળી જેવો માહોલ”




