Major Defence Push:રાષ્ટ્રીય સુરક્ષાને મોટો વેગ: ત્રણેય સેના માટે ₹79,000 કરોડના પ્રસ્તાવો મંજૂર

0
131
Defence
Defence

Major Defence Push:કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)ની બેઠકમાં દેશની ત્રણેય સેનાઓને વધુ મજબૂત બનાવવા માટે કુલ ₹79,000 કરોડના સંરક્ષણ ખરીદ પ્રસ્તાવોને Acceptance of Necessity (AoN) મંજૂરી આપવામાં આવી છે.

આ બેઠકમાં ભારતીય સેના, વાયુસેના અને નૌસેનાની આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ આધુનિક શસ્ત્રો અને સિસ્ટમ્સની ખરીદી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મંજૂરીઓથી દેશની સુરક્ષા ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.

Major Defence Push

Major Defence Push:ભારતીય સેના માટે મંજૂર સાધનો

ઇન્ડિયન આર્મી માટે લોઇટર મ્યુનિશન સિસ્ટમ, લો લેવલ લાઇટ વેટ રડાર, પિનાકા મલ્ટીપલ લૉન્ચ રોકેટ સિસ્ટમ માટે લાંબા અંતરના ગાઇડેડ રોકેટ અને ઇન્ટીગ્રેટેડ ડ્રોન ડિટેકશન એન્ડ ઇન્ટરડિક્શન સિસ્ટમ માર્ક-2ની ખરીદી મંજૂર કરવામાં આવી છે.
લોઇટર મ્યુનિશન દ્વારા ચોક્કસ લક્ષ્ય પર સચોટ હુમલો શક્ય બનશે, જ્યારે લો લેવલ રડાર ઓછી ઊંચાઇએ ઉડતા ખતરાઓની ઓળખ અને દેખરેખ રાખવામાં મદદરૂપ થશે.

Major Defence Push:વાયુસેના માટે મહત્વપૂર્ણ મંજૂરી

Major Defence Push

ઇન્ડિયન એરફોર્સ માટે ઓટોમેટિક ટેક-ઓફ અને લેન્ડિંગ રેકોર્ડિંગ સિસ્ટમ, એસ્ટ્રા MK-2 મિસાઇલ, ફુલ મિશન સિમ્યુલેટર અને સ્પાઇસ-1000 લોંગ રેન્જ ગાઇડન્સ કિટની ખરીદી માટેના પ્રસ્તાવોને પણ લીલી ઝંડી આપવામાં આવી છે. આ સાધનો વાયુસેનાની યુદ્ધ ક્ષમતાને વધુ મજબૂત બનાવશે.

Major Defence Push:નૌસેના માટે નવા પ્રસ્તાવ

ઇન્ડિયન નેવી માટે બોલાર્ડ પુલ ટગ્સ, હાઇ ફ્રિક્વન્સી સોફ્ટવેર ડિફાઇન્ડ રેડિયો (HF SDR) મેનપેક તેમજ હાઇ એલ્ટિટ્યુડ લોંગ રેન્જ (HALE) રિમોટલી પાયલેટેડ એરક્રાફ્ટ સિસ્ટમ (RPAS)ને લીઝ પર લેવાની મંજૂરી આપવામાં આવી છે.

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ તમામ ખરીદી દેશની સીમાઓ તેમજ આંતરિક સુરક્ષા મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે અને ભારતની ત્રણે સેના વધુ સજ્જ અને શક્તિશાળી બનશે.

આ પણ વાંચો :Unnao Rape Case:ઉન્નાવ દુષ્કર્મ કેસ: સુપ્રીમ કોર્ટનો સ્ટે, કુલદીપ સેંગર જેલમાં જ રહેશે