Major Anti-Terror Operation: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના દુર્ગમ અને બરફાચ્છાદિત પહાડી વિસ્તારમાં ભારતીય સુરક્ષા દળોએ મોટી સફળતા હાંસલ કરી છે. સુરક્ષા એજન્સીઓએ જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ દ્વારા બનાવવામાં આવેલ એક અત્યંત મજબૂત અને ગુપ્ત ‘કારગિલ-સ્ટાઈલ’ ફોર્ટિફાઇડ બંકરને શોધી કાઢીને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દીધો છે. આ બંકર સમુદ્ર સપાટીથી આશરે 12,000 ફૂટની ઊંચાઈએ બનાવવામાં આવ્યો હતો.
Major Anti-Terror Operation: પાકિસ્તાની કમાન્ડર સૈફુલ્લાહ અહીં છુપાયો હતો

સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ બંકરમાં જૈશનો પાકિસ્તાની કમાન્ડર સૈફુલ્લાહ અને તેનો સાથી આતંકી આદિલ છેલ્લા ઘણા મહિનાઓથી છુપાઈને રહેતા હતા. આ બંને આતંકીઓ આ વિસ્તારને પોતાનું સેફ ઝોન બનાવીને મોટી આતંકી કાર્યવાહી માટે યોજના ઘડી રહ્યા હતા.
Major Anti-Terror Operation: બંકરમાંથી લક્ઝરી સુવિધાઓ મળી, લાંબા સમયની યોજના ખુલ્લી પડી
જ્યારે સુરક્ષા દળો બંકરની અંદર પહોંચ્યા, ત્યારે ત્યાંની વ્યવસ્થા જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા.
તપાસ દરમિયાન બંકરમાંથી
- 50 મેગી પેકેટ
- 20 કિલો ઉચ્ચ ગુણવત્તાવાળા બાસમતી ચોખા
- ટામેટાં, બટાકાં જેવી તાજી શાકભાજી
- 15થી વધુ પ્રકારના મસાલા
મળ્યા હતા.
આ ઉપરાંત રસોઈ માટે ગેસ સિલિન્ડર, સૂકા લાકડાનો મોટો જથ્થો અને અન્ય જરૂરી સામગ્રી પણ મળી આવી હતી. આ બધું દર્શાવે છે કે આતંકીઓ અહીં લાંબા સમય સુધી બહારની દુનિયા સાથે સંપર્ક વિના રહેવાની તૈયારી સાથે બેઠા હતા.

Major Anti-Terror Operation: ‘મિની કિલ્લા’ જેવી બનાવટ, અનેક ગુપ્ત રસ્તાઓ
આ બંકર મોટા પથ્થરોની મજબૂત દીવાલોથી બનાવવામાં આવ્યું હતું અને તેની રચના એવી હતી કે ઉપરથી જોતા કોઈને શંકા પણ ન જાય. અંદર પ્રવેશવા અને બહાર નીકળવા માટે અનેક ગુપ્ત માર્ગો બનાવવામાં આવ્યા હતા, જે તેને સુરક્ષા દળો માટે મોટો પડકાર બનાવતા હતા.
અથડામણમાં 7 જવાન ઘાયલ, હવાલદાર શહીદ
રવિવારે બપોરે જ્યારે સુરક્ષા દળોએ આ ઠેકાણાને ઘેરી લીધું, ત્યારે આતંકીઓએ અચાનક ગ્રેનેડ ફેંકીને હુમલો કર્યો હતો. આ હુમલામાં સાત જવાન ઘાયલ થયા હતા.
ગંભીર રીતે ઘાયલ થયેલા હવાલદાર ગજેન્દ્ર સિંહએ સારવાર દરમિયાન દેશ માટે શહીદી વ્હોરી હતી. અંધારાનો લાભ લઈ સૈફુલ્લાહ અને આદિલ ત્યાંથી ફરાર થવામાં સફળ રહ્યા હતા.
સ્થાનિક મદદ વિના શક્ય નહોતું, 4 શંકાસ્પદોની ધરપકડ
આટલી ઊંચાઈ અને દુર્ગમ વિસ્તારમાં રાશન, ગેસ અને અન્ય સામગ્રી પહોંચાડવી સ્થાનિક સહયોગ વિના અશક્ય હોવાનું સુરક્ષા એજન્સીઓ માને છે. આ મામલે અત્યાર સુધી ચાર શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે.
ઓવરગ્રાઉન્ડ નેટવર્ક પર હવે કડક કાર્યવાહી
અધિકારીઓએ જણાવ્યું કે સૈફુલ્લાહ છેલ્લા એક વર્ષથી આ વિસ્તારમાં સક્રિય હતો. હવે સુરક્ષા દળો સમગ્ર વિસ્તારમાં કાર્યરત ઓવરગ્રાઉન્ડ નેટવર્કને નાબૂદ કરવા માટે વિશાળ સ્તર પર ઓપરેશન ચલાવી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવા ગુપ્ત આતંકી ઠેકાણા ફરી ઉભા ન થઈ શકે.
આ પણ વાંચો :Saina Nehwal Retirement News:ભારતની ગોલ્ડન શટલર સાઈના નેહવાલે નિવૃત્તિ જાહેર કરી, એક સુવર્ણ યુગનો અંત




