Tiger 3 Trailer : સસ્પેન્સ, ટૂ મચ ડ્રામા અને શાનદાર એક્શન છે ‘ટાઇગર ૩’ નું ટ્રેઇલર લોન્ચ : રિલીઝ ડેટ જાહેર 

0
231
Tiger 3 Trailer
Tiger 3 Trailer

#Tiger3Trailer : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર એક્શન અને સસ્પેન્સ-થ્રિલરના સાથે દિવાળી પર સિનેમાઘરોમાં આવી રહ્યા છે. દિવાળી કરતાં સલમાન ખાનની આ ફિલ્મમાં વધુ ફટાકડા ફોડતા જોવા મળે તો નવાઈ નહિ. સલમાન ખાન (#SalmanKhan)ની જે ફિલ્મની લાંબા સમયથી રાહ દેખવા આવી રહી હતી તે ‘ટાઈગર 3’ (#Tiger3Trailer) નું ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં સલમાનની સાથે કેટરિના કૈફ (#KatrinaKaif)ની પણ શાનદાર એક્શન કરતી નજર આવે છે. સૌથી રસપ્રદ છે ‘ટાઈગર 3’ (#Tiger3Trailer)ના વિલનની એન્ટ્રી એટલે કે ઈમરાન હાશ્મીની (#EmraanHashmi).

6
Salman Khan, Katrina Kaif and Emraan Hashmi from Tiger 3 Trailer

પાવરફુલ છે ટાઇગર 3 (Tiger 3)ની સ્ટોરી :

જો ટાઈગર 3 (Tiger 3)ના ટ્રેલર પરથી સલમાન ખાનની ફિલ્મની સ્ટોરી સમજીએ તો આ વખતે અવિનાશ સિંહનું મિશન RAW નહીં પણ વ્યક્તિગત હશે. ટ્રેલરની શરૂઆતમાં એક મહિલા વાત કરતી જોવા મળે છે, જે કહે છે કે દેશની શાંતિ અને દુશ્મનો વચ્ચે માત્ર એક જ વ્યક્તિ છે. ત્યારપછી સલમાન દીવાલ તોડીને અંદર પ્રવેશે છે અને બાઇકના અદ્દભુત સ્ટટ શરૂ થાય છે જે ખુબ શાનદાર લાગે છે. એક્શન બાદ સલમાન ખાન કેટરિના કૈફ  (Salman Khan Katrina Kaif) સાથે રોમાન્સ કરતો જોવા મળી રહ્યો છે. ત્યારે બેકગ્રાઉન્ડમાં ઈમરાન હાશ્મી (Emraan Hashmi)નો અવાજ સંભળાય છે જે કહે છે, “દરેક વ્યક્તિના જીવનમાં સૌથી કિંમતી વસ્તુ તેનો પરિવાર છે.” ટાઇગર 3ની વાર્તા અહીંથી શરૂ થાય છે.

આ વખતે મામલો અંગત છે..! :

ઈમરાન હાશ્મી (Emraan Hashmi Movie)ની એન્ટ્રી સાથે જ અનેક રાઝ ખુલવા લાગે છે, ઈમરાન હાશ્મી તેના પરિવારને છીનવી લેવાનો બદલો લેવા આવ્યો છે. હવે વાસ્તવિક વાર્તા શું હશે, તે 12મી નવેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાંજ ખબર પડશે. તમને જણાવી દઈએ કે, ટાઈગર 3  (Tiger 3 Release Date) માં સલમાન સાથે કેટરીના અને ઈમરાન હાશ્મી લીડ રોલમાં છે. જો રિપોર્ટ્સનું માનીએ તો શાહરૂખ ખાન એક્શન સિક્વન્સ દરમિયાન કેમિયો કરતા પણ નજર આવશે, જે જોવાનું ખુબ વિશેષતા રહેશે.

ટ્રેલર જોયા પછી ચાહકોનું રીએકશન ; 

‘ટાઈગર 3’નું ટ્રેલર પ્રોડક્શન કંપની યશ રાજ ફિલ્મ્સ (#YRF50) દ્વારા શેર કરવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તામાં અવિનાશ સિંહ રાઠોડ (Salman Khan) આ વખતે માત્ર દેશ માટે જ નહીં, પરંતુ પોતાના પરિવાર માટે પણ લડશે. ટ્રેલરમાં અવિનાશ અને ઝોયા (Katrina Kaif)નો નાનો પરિવાર બતાવવામાં આવ્યો છે, જેમાં તેમનો પુત્ર પણ સામેલ છે. ટ્રેલર જોયા પછી, એક ચાહકે લખ્યું કે તેને ‘રુવાડા ઉભા થઇ ગયા’. તેણે તેનો ફોટો પણ શેર કર્યો છે.

બોલીવૂડમાં પણ સિક્વન્સ ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ વધ્યો છે.  અગાઉ પઠાણમાં આપણે સલમાન ખાનને જાસૂસના રોલમાં કીમિયો કરતા જોયો, આમ YRF સ્પાય યુનિવર્સ બનાવી રહ્યું છે. YRF સ્પાય યુનિવર્સ (#YRFSpyUniverse)ની આ પંચમી ફિલ્મ છે, આ ફ્રેન્ચીઝીના ત્રણ સ્પાય હીરોને આપણે જાણીએ છીએ – ટાઈગર, કબીર અને પઠાણ.  ટાઈગર, ટાઈગર ઝિંદા હૈ, ટાઈગર 3 અને પઠાણની ઘટનાઓને એકબીજા સાથે જોડવામાં આવી રહ્યા છે.